________________ 57 જોઈએ. તેવા આશયથી આણંદજી કલ્યાણજીની પેઢીના આગેવાનોને જાણ કરી. પણ તેમના તરફથી જોઈએ તેવો પ્રતિભાવ નહિ સાંપડતા તેમણે બીજે દિવસે ભગવાન આદિનાથ દાદાને જઈને મારા સાંભળતા જ સામે વિનંતિ કરી કે “પ્રભુ ! ભવિષ્યમાં કોઈ અનિષ્ટ ન થાય માટે આ સન્યાસીને હટાવવાનું કામ કરી આપો.” અને બીજે કે ત્રીજે દિવસે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓએ આવી સંન્યાસીને ત્યાંથી દૂર કરી દીધો. સમાચાર સાહેબજીને મળ્યા. સાહેબજી ઘણા રાજી થયા. એ દિવસે સુદ બીજ હોવાથી તેમને ઉપવાસ હતો તેથી યાત્રા કરવા જવાના ન હતા. રાત્રે જ વાત થઈ ગઈ હતી કે કાલે યાત્રા કરવા જવાનું નથી. છતાં સવારે વહેલા ઉઠાડ્યા. મેં પૂછ્યું કે કેમ આજે તો યાત્રા કરવા જવું નથી. છતાં વહેલાં ? મને કહે “આજે જવાનો ન હતો પણ મેં ભગવાનને કામ સોંપેલું સંન્યાસીને દૂર કરવાનું તે તેમણે પૂરું કરી દીધું છે તેથી દાદાનો આભાર માનવા આજે જવું છે.' આમ તેમનો ભગવાન સાથેનો સંબંધ જીવંત હતો. આજ રીતે એકવાર શત્રુંજયના દાદાના શિખરના કળશ ઉપર સાહેબજીની નજર ગઈ કે આવા ઉજળા મારા દાદાનો કળશ વો કાળો સ્યાહી જેવો? તરત જ દરબારમાં દાદાને વિનંતી કરી કે દાદા તારો કળશ સોને મઢાવવો છે. પૈસો એકેય મારી પાસે નથી. તું બેઠો છે ત્યાં સુધી હું કોઈ પાસે પૈસા માંગવાનો નથી. તારું જ કામ છે તારે જ વ્યવસ્થા કરી આપવાની. અને અમારા આશ્ચર્ય વચ્ચે સામેથી લોકો દેવા માટે પડાપડી કરવા લાગ્યા. એમાં એક વ્યક્તિ બે લાખ જેવી માતબર રકમ દેવા તૈયાર થઈ. સાહેબજી તેમને સારી રીતે ઓળખે, પોતા પાસે એક પૈસો પણ નથી અને પૈસાની જરૂર હોવા છતાં તે વ્યક્તિને સાહેબે કહ્યું કે ના તારો પૈસો મને ન ખપે. કાળા ધોળા કરીને મેળવેલા પૈસામાંથી હું દાદાનો કળશ કરાવું તો મારા દાદાનો કળશ કાળો પડી જાય. પેલી વ્યક્તિએ સાહેબજીના પગમાં પડી વિનંતી કરી ખાત્રી આપી કે ના સાહેબ આપ માનો છો એવું કાળું ધોળું હું કરતો જ નથી. બિલકુલ સાફ નીતિપૂર્વક મેળવેલા છે. ત્યારે સાહેબજીએ તેના પૈસા સ્વીકારવાની હા પાડી. થોડા જ દિવસોમાં પૈસા અને કામ દાદાની કૃપાથી પૂર્ણ પણ થઈ ગયું. જેસલમેર જ્ઞાન ભંડારનું કામ કરવા માટે લાખો રૂપિયાની જરૂર પડે તેમ હતું. પૈસા ક્યાંથી લાવશું. એ સવાલ હતો. જૈન સંઘ તરફથી ઓફર આવી કે આપના જેસલમેરના જ્ઞાનભંડારના કામ માટે અમારા જ્ઞાન ખાતામાંથી પાંચ લાખ ફાળવવાની ઇચ્છા છે તો તે માટે સરકારી કાયદા પ્રમાણે તમારા તરફથી જરૂરિયાતની અરજી અમારા સંઘ પર મોકલો. ત્યારે સાહેબજીની ખુમારીના દર્શન થયા. એક બાજુ પાસે પૈિસા પણ નહિ. કોઈની ઓફર પણ નહિ. એવા સમયે પણ એમણે તે સંઘના આગેવાનોને જણાવ્યું કે જુઓ હું બાપજી મ.નો સાધુ છું. હું ક્યાંય પૈસા માટે અરજી કરવાનો નથી. ભગવાનને મારી પાસે કામ કરાવવું હશે તો એ વ્યવસ્થા કરી આપશે. હું તો અરજી નહીં જ કરું. તમારે મને અરજી કરવી જોઈએ કે સાહેબ અમારે જ્ઞાન દ્રવ્યનો યોગ્ય સ્થાને વ્યય કરવો છે. તમે અમને લાભ આપો. અને ખરેખર એમણે અરજી ન કરી છતાં તેમનું કાર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ પણ થઈ ગયું. આ એમની ખુમારી હતી. પરમાત્મા પ્રત્યેનું સમર્પણ એવું કે ગમે તેટલા વર્ષોની મહેનત હોય ગમે તેટલો તે ગ્રંથ વિશ્વમાં પ્રસિદ્ધિ મેળવે તેવો હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાનો બન્યો હોય તો પણ તેના વિમોચન માટે તેમણે ક્યારેય સમારંભ ગોઠવી વિદ્વાનોને ભેગા કર્યા હોય એવું મારા ધ્યાનમાં નથી. તેઓ એક જ વાત કરતાં કે ગ્રંથ તૈયાર થઈ