Book Title: Uvavai Suttam
Author(s): Munichandrasuri
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 7
________________ પ્રકાશકીય || આગમોના સુસંપાદિત સંસ્કરણ માટે શ્રી મહાવીર વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ આગમ પ્રકાશન સમિતિની રચના તા. ૧૮-૮-૧૯૬૦ના કરી. આગમપ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબે આગમ સંપાદનની જવાબદારી સંભાળી લીધી. " - વિ.સં. 2017 ક.વ. ૩ના તા. ૬-૧૧-૧૯૬૦ના રવિવારે બપોરે 1-30 કલાકે શુભમુહૂર્ત અમદાવાદ લુણસાવાડ મોટીપોળના ઉપાશ્રયે આગમ સંપાદનકાર્યનો મંગળ પ્રારંભ થયો. આગમપ્રભાકરશ્રીને આ કાર્યમાં પં. દલસુખભાઈ માલવણિયા અને પં. અમૃતભાઈ ભોજકનો સહયોગ મળ્યો. 17 વિભાગમાં મૂળ આગમ સૂત્રોના પ્રકાશનની યોજના બનેલી. પાછળથી એમાં જરૂર પ્રમાણે ફેરફાર કરવાનું થયું. અમુક આગમો નિર્યુક્તિ, ચૂર્ણિ, ટીકા સહિત પ્રકાશન પણ થયા. નંતિસુત્ત મgોદ્દોરાડું 2 નું પ્રકાશન ઇ.સ. ૧૯૬૮માં થયું. ઇ.સ. 1969 અને ૧૯૭૧માં પન્નવણાસૂત્ર ભા. 1 અને ૨નું પ્રકાશન થયું વિ.સં. 2027 ફા.વ. 2 તા. ૧૪-૩-૭૧ના દિવસે પૂજ્ય આગમપ્રભાકરશ્રી પુણ્યવિજયજી મ.સા.નો મુંબઈ ભાયખલા મુકામે કાળધર્મ થતાં આગમ સંપાદનકાર્યની ધુરા કોણ સંભાળે તે પ્રશ્ન ઊભો થયો. સદ્ભાગ્યે આગમપ્રજ્ઞ મુનિરાજશ્રી જંબૂવિજય મ.સા.એ સંપાદનકાર્યની ધુરા સંભાળવાનું સ્વીકાર્યું અને આગમ સંપાદનકાર્ય આગળ વધ્યું. આ દરમિયાન આ પ્ર. મુનિ પુણ્યવિજયજી મ.એ. સંપાદન કરેલા પત્રયસુત્તારૂં વગેરે આગમગ્રંથો અને પં. બેચરદાસે સંપાદન કરેલ વિયાહપષ્ણત્તિ (ભગવતીસૂત્ર ભા. 1-2-3) વગેરે પ્રગટ થતાં રહ્યા.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 362