Book Title: Uvavai Suttam
Author(s): Munichandrasuri
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 10
________________ - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી સિદ્ધિવિનય-ભદ્ર-વિલાસ-૩ૐકાર-અરવિંદ-યશોવિજય-જિનચન્દ્રવિજયગુરુભ્યો નમઃ સંપાદકીય શ્રી ઔપપાતિક સૂત્ર નવાંગી ટીકાકાર આ.શ્રી અભયદેવસૂરિ મ.સા. રચિત ટીકા સાથે અનેક તાડપત્રીય આદિ પ્રતોના આધારે સંશોધિત-સંપાદિત થઈ પ્રગટ થઈ રહ્યું છે તે ઘણાં હર્ષનો . વિષય છે. પૂ. આગમપ્રજ્ઞ જંબૂવિજયજી મ.સા.નો અકસ્માતમાં કાળધર્મ થતાં એક ન પૂરાય તેવી ખોટ પડી છે. આગમપ્રભાકરશ્રી પુણ્યવિજયજી મ.સા.એ શરૂ કરેલી અને આગમપ્રજ્ઞશ્રીએ આગળ ધપાવેલી આગમશ્રેણિનું કાર્ય સંભાળવા અમને જિનાગમ સંસદ વતી શ્રી પ્રકાશભાઈ ઝવેરીએ વિનંતી કરી ત્યારે અમો બંનેએ (આ. મુનિચન્દ્રસૂરિ અને આ. ધર્મધુરંધરસૂરિએ) આ કાર્ય માટે તુરંત સંમતિ આપી. ઉપરોક્ત બન્ને મહાપુરુષોનો અમારા બંને ઉપર ઘણો ઉપકાર રહેલો છે. એમના આદરેલા કાર્યોમાં જોડાવું એ અમારા માટે ઋણમુક્તિ મહોત્સવ સમાન છે. ઉપાંગગ્રંથોના સંપાદનનો પ્રારંભ અમે કર્યો અને ઉપસકદસાંગ વગેરે અંગગ્રંથોના સંપાદનનો પ્રારંભ આ. ધર્મધુરંધરસૂરિજીએ કર્યો. આજે આ શ્રેણિમાં પ્રથમ ઉપાંગ ૩વવારૂ સૂત્ર પ્રગટ થઈ રહ્યું છે. નામકરણ પ્રસ્તુત ઉપાંગનું નામ “ગોવાફ' એ પ્રમાણે નંદિસૂત્ર ૮૧માં મળે છે. પખી સૂત્રની વૃત્તિ પ્રમાણે “ગૌvપતિ નું ગોવવાફિય બને. પ્રાકૃત હોવાથી વ નો લોપ થતાં ‘ગોવાચિ' બન્યું છે. “ોવાયંતિ પ્રતિત્વીત્વનો સૌપપતિ" એ પ્રમાણે પાકિસૂત્રની વૃત્તિમાં જણાવ્યું છે. જો કે આ ગ્રંથનો નામોલ્લેખ ઘણાં આગમાદિગ્રંથોમાં ઘણાં સ્થળે આવે છે. નહીં ૩વવાફા (7/176 ભગવતીસૂત્ર) એ પ્રમાણે ઉલ્લેખ મોટાભાગે જોવામાં આવે છે. ક્યારેક નહી બોવવીપ (7/175 ભ. 9/157) ઉલ્લેખ પણ આવે છે. મહાવીરવિદ્યાલયની આગમ પ્રકાશનની યોજના નદિયુત્ત, મજુરો દ્દારાડું માં અપાઈ છે ત્યાં પણ ઉવવાઈસુતં લખેલું છે. આથી અમે પણ ઉવવાઈસુત્ત (ઔપપાતિકસૂત્ર) એ પ્રમાણે નામકરણ રાખ્યું છે. અસ્તિોત્રાદિગ્રંથ નામના તાડપત્રીય ગ્રંથમાં વિવિધ આગમાદિ ગ્રંથોનું પરિમાણ આપ્યું છે ત્યાં આ ઉપાંગગ્રંથનું પરિમાણ 1567 અને વૃત્તિનું 3125 આપ્યું છે. સૂત્રનું પરિમાણ B પ્રતમાં 1167 શ્લોકપ્રમાણ, મુ.માં 1600, Vમાં 1513+3 અક્ષર લખેલું જોવા મળે છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 362