________________ 21 6. ક્યારેક ટીકામાં વ્યાખ્યા હોય તેવા સૂત્ર કે સૂત્રાશ મુ.માં ન હોય તો આદર્શોના આધારે ઉમેર્યા છે. જુઓ પૃ. 173 ટિ. 2, પૃ. 128 ટિ. 3. 7. ક્યારેક ટિપ્પણમાં અપ્રસિદ્ધ શબ્દોના પ્રસિદ્ધ પર્યાયો આપ્યા છે. જુઓ પૃ. 22 ટિ. 5,6,7,8 8. સૂત્રમાં નાવ શબ્દથી નિર્દિષ્ટ પાઠ જે સૂત્ર આદિમાં હોય તેનું સૂચન કર્યું છે. પૃ. 15, - ટિ. 1, પૃ. 16, ટિ. A આદિ. 9. કોઈ શબ્દ વિષે સંદર્ભગ્રંથમાં વિશેષ ચર્ચા કરી હોય તો તેની વિગત ટિપ્પણમાં આપી છે. પૃ. 16, ટિ. 1 - 10. ટીકાકારશ્રી અભયદેવસૂરિજીએ ઘણા સ્થળે વાચનાન્સર તરીકે આપ્યા છે અને એની વ્યાખ્યા પણ કરી છે. આવા પાઠો અમને પ્રાચીન પ્રતિઓમાં મળ્યા છે તો એને મૂળમાં લીધા છે અને ટિપ્પણમાં સૂચન કર્યું છે. જુઓ પૃ. 4, ટિ. 3, પૃ. 10, ટિ, 6, પૃ. 35, ટિ. 5, પૃ. 32, ટિ. 2. 11. અન્ય ગ્રંથોમાં પ્રસ્તુતગ્રંથ કરતાં કંઈ ફેરફાર મતાંતર વગેરે જોવામાં આવે તો એનું સૂચન કર્યું છે. જુઓ પૃ. 50, ટિ. 2, પૃ. 53, ટિ. 1 12. હ.લિ. પ્રતોમાં મળતાં અધિકપાઠો ક્યારેક ટિપ્પણમાં આપ્યો છે. 124/, 232/2, 142/2, 192/1 13. પૃ. 156-158 સૂત્ર ૯૩-૯૪માં વિવિધ તાપસી આદિના ઉલ્લેખ છે. આને લગતી વિશેષ વિગત જુદા જુદા બૌદ્ધ, વૈદિક આદિ દર્શનોના ગ્રંથોમાં મળે છે તેનો ઉલ્લેખ અમે ત્યાં ટિપ્પણમાં કર્યો છે. 14. સત્તકૃપયાડું અનુચ્છિત સરંક્યારૂં કશુછિત્તા સૂત્ર 1 મુ. આવા સ્થળે હ.લિ. પ્રતોમાં સંક્પયાડું મy/છ ર રા આવા પાઠ પણ હોય છે. અમે મજુ છ મજુછિત્તા એ પ્રમાણે પાઠ રાખ્યા છે. મુ.ના વામ નાનું ગં વા ના મંત્તા જેવા પાઠમાં પણ અમે વામં ના ગ્રંફ નિત્તા આવી રીતે પાઠો આપ્યા છે. મુ. એટલે કે આગમોદયસમિતિ પ્રકાશિત સંસ્કરણમાં શ્રીમાન્ સાગરજી મહારાજે ક્યાંક ક્યાંક ટિપ્પણો, પ્રાકૃતભાષાના અવતરણોની સંસ્કૃત છાયા આપી છે. અમે મોટાભાગે એ છાયા ટિપ્પણી અંતે અહીં મુટિ, (મુદ્રિત ટિપ્પણ) લખીને આપ્યા છે. જુઓ પૃ. 1 ટિ. 2 વગેરે. હર્ષપુષ્યામૃતગ્રંથમાળા અને દયાવિમલગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ઔપપાતિકસૂત્ર સટીકના સંસ્કરણમાંથી ક્યારેક પાઠભેદ કે ટિપ્પણ નોંધવા જેવા લાગ્યા છે તો તે પણ તે સંસ્કરણના નામપૂર્વક નોંધ્યા છે. જુઓ પૃ. 131 ટિ. 6 પૃ. 141 ટિ. 4