Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હસ્તપ્રતોમાં એ સૌથી જૂની અને કૃતિના રચના વર્ષ સંવત ૧૪૮૫ પછી કેવળ ૧૪ વર્ષ પછીની સંવત ૧૪૦૯ના લેખનવર્ષવાળી આ પ્રત છે. તે ઉપરાંત પ્રત સંપૂર્ણ હોવા સાથે સ્વચ્છ હસ્તાક્ષરોમાં લખાયેલી છે. જ્યારે ખ પ્રતનું લેખનવર્ષ સંવત ૧૫૨૭ અને ગ પ્રતનું લેખનવર્ષ સં. ૧૫૪૬નું છે. તે બન્નેને પાઠાંતર માટે અહીં ઉપયોગમાં લીધી છે. પ્રતપરિચય : (૧) ક પ્રત
લા. દ. ભા. સં. વિદ્યામંદિર, અમદાવાદ. હસ્તપ્રત સૂચિક્રમાંક રજિ. ૮૫૮) ૨૨૦૧૪૩. પ્રતનાં કુલ પત્ર ૧૦૨ છે.
પ્રતનાં પાનાંની લંબાઈ ૨૨.૦ સે.મિ. છે તથા પહોળાઈ ૯.૫ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૦ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર અને નીચે ૧.૦ સે.મિ. જગા છોડેલી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ આકૃતિ કરી કોરી જગા છોડી છે. હસ્તપ્રતની દરેક બાજુએ ૧૫ લીટી છે. એક લીટીમાં ઘણુંખરું ૫૦થી પર અક્ષરો છે. પત્રક્રમાંક પત્રની પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલો છે. - પ્રત અતિ સ્વચ્છ, સુવાચ્ય છે. અક્ષરો પ્રમાણમાં નાના, મરોડદાર, સુઘડ, સુંદર અને એકધારા સુરેખ લખાયેલા છે.
મુખ્યત્વે પડિમાત્રાનો પ્રયોગ થયો છે, ક્વચિત જ ઊભી માત્રાનો ઉપયોગ થયેલો દેખાય છે. પ્રતની લિપિ જૈન જણાય છે.
“ખ” માટે ૩ અને ૪ બનેનો ઉપયોગ થયો છે. જેમકે સુવું, તેવી પણ છે અને નિષફ, રેવડું પણ છે.
ને અનુગ માટે બધે હૂઈ પ્રત્યય વપરાયેલો છે.
જેમકે મહાવીરહૃઇ', “મહાસતીહૂઈ “આત્માહૂ’ ક્વચિત જ “રહઈ' મળે છે. મહાત્મારહઈ.
“ઉપદેશમાલા બાલાવબોધ'ની આ પ્રતની લેખનસંવત ૧૪૯૯ શ્રાવણ વદ ૪ ગુરુવાર મળે છે.
કૃતિનો આરંભ આ પ્રમાણે છે : | |_ || નમઃ શ્રી સર્વજ્ઞાય || અંતે પુષ્પિકા આ પ્રમાણે છે :
ઇતિ શ્રી ઉપદેશમાલા બાલાવબોધ સમાપ્તમિતિ. છે. ગ્રંથાગ્રમ્ ૫000. છે. છે. શુભ. બાણેશમૂત્યુદધિચીતમહો ૧૪૮૫ મિતિડબ્દ. શ્રી સોમસુંદરગુપ્રવરે પ્રણીતઃ. આકલ્યાનષજમતાદુપદેશમાલા બાલાવબોધ ઇહ સર્વજનોપયોગી. શુભે. સંવત ૧૪૯૯ દુંદુભિ સંવત્સરો શ્રાવણ વદિ ૪ ગુરુદિને. તદિને પુસ્તિકા શ્રાવિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org