Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તિસી ક્ષેત્રકાલાદિકની આપદ છતી કષ્ટિ પડિઇ હુંતઇ, ઈમ્હ ગૃહસ્થની ચિંતા વૈયાવચ્ચ મહાત્મા ન કરð, ગિહિણો વેયાવડઅં ન કુજ્જા' ઇસ્યા સિદ્ધાંતના વચન થિકઉ. ૩૫૨.
સ્વભાવાવસ્થાં મહાત્મા પાસસ્થાદિકનઉ સંસર્ગ સર્વથા વર્જાઇ, ઇમ કહઇ
છઇ.
[ઓસન્ન અને પાસસ્થ સાધુની અને વીતરાગધર્મ તીવ્રપણે ભાવવાની મતિવાળા ગૃહસ્થની મહાત્મા નિષ્પાપ વૈયાવચ્ચ કરે. પરંતુ તે ક્ષેત્રકાલ આદિની અવસ્થામાં કોઈ કષ્ટ પડે ત્યારે કરે. તે વિના ગૃહસ્થની ચિંતા-વૈયાવચ્ચ મહાત્મા ન કરે.]
પાસોસન્નકુસીલ નીયસંસત્ત જણમહા છંદ,
નાઊણ તેં સુવિહિયા સવ્વપયત્તેણ વજ્જત. ૩૫૩
પાસો. પાસસ્થઉ જે જ્ઞાન-દર્શન-ચારિત્રનઉઇ પાસઇ રહઇ, શય્યાતર પિંડ, રાજપિંડાદિક દોષ પરિહરઇ નહીં તે પાસસ્થઉ કહીઇ, ઉસન્નઉ તે જે પ્રતિક્રમણ પ્રતિલેખના સ્વાધ્યાયાદિક કર્તવ્ય જે નિરતાં ન કરŪ, ચારિત્ર થિકઉ ઓસન્નઉ સિઉ દીસઇ, કુસીલ તે અકાલિ વિનય રહિત પઠનાદિક કરી જ્ઞાનાદિક જે વિરાધઇ, નિત્યવાસી તે જે એકઇં જિ ક્ષેત્રિં વસઇ, સંસક્ત તે જે ગુણવંત માહિ ભિલિઉ, ગુણવંત સિઉ દેખીઇ, અનઇ પાસસ્થાદિક માહિ ભિલિઉ, સદોષ દેખીઇ, અનઇ યથાછંદ તો જે આપણી ઇચ્છાં ઉત્સૂત્ર સમાચરઇ, ઉત્સૂત્ર પ્રરૂપઇ, એ ઇસ્યાં પાસસ્થાદિક જાણીનઇ સુવિહિત મહાત્મા સર્વ પ્રયત્નઇં સર્વ શક્તિ” વર્જઇ, તેહની સંગતિ સર્વથા ટાલઇ, તેહની સંગતિઇં ચારિત્રનઉ વિનાશ હુઇ, એહ ભણી. ૩૫૩,
પાસત્યાદિકનાં લક્ષણ કહઇ છઇ.
[જે જ્ઞાન, દર્શન, ચારિત્રની પાસે રહે પણ શય્યાતરપિંડ અને રાજપિંડ આદિ દોષ ત્યજે નહીં તે પાસસ્થ. જે પ્રતિક્રમણ, પ્રતિલેખના પડિલેહણ), સ્વાધ્યાય આદિ કર્તવ્ય ચોખ્ખાં ન કરે તે ઉસન્ન. જે અકાલે વિનયરહિત પઠનાદિ કરી જ્ઞાન આદિની વિરાધના કરે તે કુશીલ. જે એક જ ક્ષેત્રમાં વસે તે નિત્યવાસી. ગુણવંતમાં ભળીને ગુણવંત જેવો દેખાય અને પાસસ્થામાં ભળીને દોષી દેખાય તે સંસક્ત, પોતાની ઇચ્છા અનુસાર સૂત્રવિરુદ્ધ આચરણ પ્રવચન કરે તે
યથાછંદ.
આવા પાસસ્થ આદિને સુવિહિત મહાત્મા ત્યજે, સંગતિ ટાળે, તેમની ૧ ખ આપદર્દી ૨ ખ તિસઉ. ૩ ગ પાસસ્થાદિક....એહ ભણી' પાઠ નથી.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૫૧
www.jainelibrary.org