Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
એમ જાણે કે આ મહાત્મા વેશમાત્રના ધારણ કરવાથી અધોગતિએ પડતાં એમની કાંઈ રક્ષા ન થાય. એટલે ચારિત્રગુણરહિતને વેશ ધરવો, લોકને સાધુપણાના વિશ્વમનું કારણ આપવું એ અનંત સંસારની વૃદ્ધિનું કારણ બને છે. માટે સાધુવેશ ત્યજવો જ સારો.]
નિચ્છનયમ્સ ચરણસ્સ વગ્યાએ નાણ-સણ વહોવિ,
વવહારસ્સ ઉ ચરણે હયમિ ભયણા ઉ સેસાણા ૫૧૨ નિચ્છય. નિશ્ચયનઈ પરમાર્થવૃત્તિઈ ઇસિઉં છઇં, ચરણસ્સ જઉં ચારિત્રનઉ ઉપઘાત વિણાસ હૂઈ, તઉ જ્ઞાન અનઈ દર્શન સમ્યકત્વની વિણાસ હૂઉ જિ જાણિવ, જઉ સાચઉં ચારિત્ર ન પાલઈ તક સાચઉં જાણિવઉં, અનઈ સાચઉં સહિવઉં બેઈ અકસ્જ થિયાં, જિમ સાચઉં જાણઈ છઈ અનઈ જિમ સાચઉં સહઈ છઇ, તિમઇ જિ જઉ સમાચરઇ, તઊ જિ તે બેઈ સજ્જ થાઈ, ઇસિક ભાવ. વવહાર અનઈ વ્યવહાર બાહ્યવૃત્તિ આશ્રી જઉ જોઈઇ, તઉ ચર૦ ચારિત્રવિણચ્છઉઈ છતાં, જ્ઞાન-દર્શનની ભજન વિકલ્પ હુઈ ભાવઈ હુઈ, ભાવ ન હુઇ, કહિઈ એકઠુઈ ચારિત્રધર્મ જાતઈં જ્ઞાન-દર્શન બે જાઈ, અનઈ કહિએ એકઠુઇ ચારિત્રઈ જિ જાઈ, જ્ઞાન સમ્યકત્વ ન જાઈ હસિક વ્યવહાર નયનઉ ભાવ. પ૧૨.
એતલઈ દો ચેવ જિણવરહિં એ બેઈ માર્ગ વખાણિયા, હવ ત્રીજઉ સંવિગ્ન પાક્ષિકનઉ માર્ગ કહઈ છઇ.
[નિશ્ચયનયથી આમ છે: જો ચારિત્રનો વિનાશ થાય તો જ્ઞાન અને દર્શનનો પણ વિનાશ થાય. જો સાચું ચારિત્ર ન પાળે તો સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા બંને “અકાજ થયાં. સાચું આચરણ હોય તો જ સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા એ બે સફળ થાય.
વ્યવહારદૃષ્ટિએ જોતાં ચારિત્ર નાશ પામતાં જ્ઞાન-દર્શનની ભજના વિકલો હોય. હોય અને ન પણ હોય. એકને ચારિત્ર જતાં જ્ઞાન-દર્શન બંને જાય અને ક્યાંક એકને ચારિત્ર જ જાય, જ્ઞાન-સમ્યકત્વ ન જાય. આ વ્યવહારનયનો ભાવ. હવે ત્રીજો સંવિગ્ન પાક્ષિકનો માર્ગ કહે છે.
સુજ્જઈ જઈ સુચરણો સુઝઈ સુસ્સાવવવિ ગુણકવિઓ,
ઓસનચરણકરણો સુજઝઈ સંવિગ્ન-પmઈ. પ૧૩ સુઝઈ. યતિમહાત્મા સુચરણો ચોખા ચારિત્રની ધણી, તાં સૂઝઈ ૧ ખ “સહિવઉં નથી. ૨ ખ “વિણઠઈ, ભયણા શેષ ઘાતા' (વિણચ્છઉઈ છતઈને બદલે) ગ વિણસઈ. ૩ ક “જ્ઞાન-સમ્યકત્વ ન જાઈં' નથી. ૧૩૬
શ્રી સોમસુંદરસૂરિકત
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only