Book Title: Updeshmala Balavbodha Uttarardha
Author(s): Kantilal B Shah
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ન દીજઈ તે કાઈ નથી, એ વાત ઉપરિ લોકીક દૃષ્ટાંત કહઈ છઇ. જહ તે જિમ પુલિંદઇ, સિવગ શિવદેવતાéછે તે આપણી આંખિઈ જિ ભક્તિ પ્રેરિઍ દીધી.
કથાઃ એકઈ પર્વતની ગુફા એક ઈશ્વરની મૂર્તિ ધાર્મિક એક સદૈવ પૂજઈ, તે પૂજા સદૈવ પરહી લાંખી દેખી એક વાર છાની થિકઉ જોઆઈ, ઇસિઉ એક પુલિંદઉડાવઈ હાથ ધનુષબાણ ધરત, જિમણે હાથિ ફૂલે લીધે આવિલે, પગિઈ સિઉ આગિલી પ્રજા પરણી કરી મુખનઈ કલગલ છાંટઇ, શિવની મૂર્તિ અનઈ ફૂલે પૂજી પ્રણામ કરઈ, શિવ તૂઠઉ હંતઉ, તેહ સિઉં વાત કરઈ, પછઈ તે ગ્યા પૂઠિઈ ધાર્મિક શિવહેંઈ ઓલંભઉદિઈ, તકે જે અશુચિપણઈં પૂજઇ, તે પુરુષ સિઉ વાત કરઈ, સુ મુઝસિઈ બોલઈ નહીં, શિવ કહઈ તુમ્હી બિહૂની ભક્તિનઉં વિશેષ કાલિ દેખાડિસિક, બીજઇ દિહાડઈ શિવ એક આપણી આંખિ પી કરી, એકાક્ષ થઈ રહિલ, તેતલઈ ધાર્મિક આવિલ, એકિ આંખિ ગઈ દેખી રોઈ, આહામહા’ કરી રહિલ, પછઈ પુલિંદઉ આવિલ, એક આંખિ દેખી 508માહહૂઈ બિહું આંખિ કિસિ૬ કરિવઉં, ઇમ કહીનઈ, એક આંખિ આપણી ઊખેડી શિવની મૂર્તિઈ ચઉહડી, ઇસિઈ શિવ બોલાવીનઈ ધાર્મિકઇ કહઈ અખ્ત દેવતા મનની ભક્તિઈ તૂરું બાહ્ય પૂજા માત્રઈ ન લિવરાઉં, જિસી પુલિંદાહૂઈ શિવ ઊપરિ ભક્તિ હુઈ તિમ જ્ઞાનના દેણહાર ઊપરિ એશ્લી જિ ભક્તિ હોઈઇ, ૨૬૫. વિદ્યાના દેણહારહૂઈ વિનય કરિવઉ, એ વાત ઊપરિ દāત કહઈ છS.
મોક્ષમાર્ગને પ્રકાશવાને માટે જ્ઞાન દીવા સરખું છે. જે જ્ઞાન આપે છે તેને માટે વળતું અદેય કશું નથી. જીવિતવ્ય માગે તો તે પણ આપી દેવાય. જેમ પુલિંદે ભક્તિથી પ્રેરાઈ પોતાની આંખ જ આપી દીધી.
કથા : પર્વતની ગુફામાં એક ધાર્મિક પુરુષ ઈશ્વરની મૂર્તિને પૂજતો. પોતાની કરેલી પૂજા કોઈ આવીને આઘી કરી દેતો. એટલે એક વાર તે છાનોમાનો જુએ છે. એટલામાં પુલિંદ ડાબા હાથમાં ધનુષ્યબાણ ધારણ કરી, જમણા હાથમાં ફૂલ લઈને આવ્યો. પગથી અગાઉની પૂજા આઘી કરી, કોગળાથી પાણી છાંટ્યું અને ફૂલથી શિવમૂર્તિની પૂજા કરી. શિવે પ્રસન્ન થઈ તેની સાથે વાત કરી.
તેના ગયા પછી પેલો ધાર્મિક શિવને ટોણો મારે છે કે “તમને જે અશુદ્ધિપૂર્વક પૂજે છે તેની સાથે તમે વાત કરો છો ? અને મારી સાથે તો બોલતા પણ નથી.' શિવ કહે ‘તમારી બંનેની ભક્તિની વિશેષતા કાલે બતાવીશ. બીજે
૧ ક, ખ આવઈ. ૨ ખ પાણી કુરલઈ ગ. પાણીનાં કુલગલઇ. ૩ ક લંભિ. ૪ ખ મુઝસિલું ગ મુહસિઉં. ૫ ખ માહરી. ૬ ખ કાઢી. ૭ ખ ચહોડી ક બુહડી. ૮ ખ કીધી. ૯ ખ, ગ જોઈએ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org