________________
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર
આ ભાષ્યના રચનાકાર ઉમાસ્વામિન્ તરીકે માને છે જે ઉમાસ્વાતિથી જુદા છે.
૨. ગેંડહસ્તિભાષ્ય નામક વૃત્તિમાં ૮૪૦૦૦ ગ્રંથાગ્ર પ્રમાણે શ્લોક છે. આની રચના વાદી-ગજગંડહસ્તિ સિદ્ધસેનદિવાકરસૂરિ દ્વારા (ઈસાની છઠી સદીમાં) કરવામાં આવી હતી.
૨૯
૩. ઈસાની ૫-૬ સદીમાં પૂજ્યપાદ (દેવનંદી) દ્વારા સર્વાર્થસિદ્ધિ ટીકાની રચનામાં ગ્રંથાગ્ર ૬૦૦૦ શ્લોકમાન પ્રમાણે છે.
૫.
૪. ઈસાની ૫-૬ સદીમાં (કેટલાંક વિદ્વાનો પ્રમાણે ૭મી સદીમાં) આચાર્ય હરિભદ્રસૂરિએ લઘુવૃત્તિનું પ્રારંભ કરેલ પણ એની પૂર્ણતા તેઓના શિષ્ય યશોભદ્ર દ્વારા કરવામાં આવી હતી. એની ગ્રંથાગ્ર સંખ્યા ૧૧૦૦૦ છે.
સિદ્ધસેનગણિ જેઓ ભાસ્વામિન્ અને સિંહસૂરના શિષ્ય હતા તેઓએ તત્ત્વાર્થટીકા લખી
=
૬. ઈસ્વી સ. ૬૨૦ - ૬૮૦માં થયેલ અકલંકદેવ દ્વારા રાજવાર્તિક નામક ટીકા લખવામાં આવી હતી જેના ગ્રંથાગ્રંથ ૧૬૦૦૦ શ્લોક છે. સ્રોતઃwww.jainkosh.org/wiki/ગવત્તિજ
૭. ઈસાની ૭મી સદીમાં કન્નડ ભાષામાં ૯૬૦૦૦ શ્લોકપ્રમાણમાં ચૂડામણિ વૃત્તિ લખાયેલી જેની સૂચના અકલંકદેવ દ્વારા કર્ણાટક શબ્દાનુશાસન ગ્રંથમાં મળે છે.
૮. ઈસાની ૮મી સદીમાં અકલંકદેવ નામક જૈનાચાયે સભાષ્યતત્ત્વાર્થવાર્તિક લખ્યો.
૯. ઈસાની ૮મી સદીમાં પ્રભાચંદ્રે તત્ત્વાર્થવૃત્તિપદવિવરણ (સર્વાર્થસિદ્ધિવ્યાખ્યા)ની રચના કરી હતી.
૧૦. ઈ.સ. ૭૭૫
૮૪૦ દર્મિયાન થયેલ જૈનાચાર્ય વિદ્યાનંદ દ્વારા તત્ત્વાર્થસ્લોકવાર્તિકની રચના થઈ. તે ૧૮૦૦૦ શ્લોક પ્રમાણ છે.
૧૧. ૯-૧૦મી સદીમાં અમૃતચંદ્રસૂરિ દ્વારા તત્ત્વાર્થસાર ગ્રંથ લખાયો.
-
1