________________
૨૮
વાચકવર્ય ઉમાસ્વાતિ કૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર હતી. સંસ્કૃત ભાષામાં સૂત્રાત્મક શૈલીમાં રચાયેલો આ પહેલો જૈન ગ્રંથ છે, જેની શૈલી સૂત્રાત્મક છે. આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે ઉમાસ્વાતિ પૂર્વે પ્રાકૃત ભાષામાં જૈન ગ્રંથો લખવાની પરંપરા હતી પણ તત્ત્વાર્થસૂત્રની રચના સંસ્કૃતમાં થઈ.
જૈનોના બંને સંપ્રદાયો આ રચના પોતાની પરંપરાની હોવાનો દાવો કરે છે. કહેવાય છે કે ઉમાસ્વાતિએ સ્વયં આ ગ્રંથ ઉપર ભાષ્યની રચના કરી હતી. આ ગ્રંથની મહત્તાનું કારણ એ છે કે આ ગ્રંથમાં પહેલી વખત જૈન સિદ્ધાંતોને સંગ્રહિત કરી સૂત્રબદ્ધ રીતે પ્રકાશિત કરવામાં આવ્યા છે. જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ આ સાત તત્વોનું માર્મિક નિરૂપણ આ ગ્રંથના ૧૦ અધ્યાયોમાં કરવામાં આવ્યું છે.
શ્વેતાંબર પરંપરામાં સૂત્રોની કુલ સંખ્યા ૩૪૪ છે પણ દિગંબર ટીકાકારોએ મૂળસૂત્રોની સંખ્યા ૩૬૭ નોંધી છે. સ્વોપજ્ઞ ભાષ્યના ગ્રંથાગ્ર ૨૧૪૨ લોક પ્રમાણ છે.
૧૯૨૦માં વિદ્યાભૂષણ દ્વારા લિખિત ગ્રંથાનુસાર ઉમાસ્વાતિનો સમય ઈસાની પહેલી સદીમાં હતો અને તેઓ ૮૫ ઈ.સ.માં નિર્વાણ પામેલ.
પ્રો. પદ્મનાભ જૈની તેઓને બીજી સદીમાં થયેલ માને છે.
કેટલાક વિદ્વાનો ઉમાસ્વાતિ અને ઉમાસ્વામિને બે જુદા-જુદા વિદ્વાનો પણ માને છે.
પ્રો. પૉલ ડુડાસે તત્ત્વાર્થસૂત્રને ભગવતીસૂત્ર અને ઋષિભાષિત જેટલો જ પ્રાચીન માને છે પણ ઉમાસ્વાતિનો સમય પમી-૬ઠી સદી માને છે.
જૈનસંપ્રદાયને ગર્વ લેવા જેવી વાત છે કે આ મહાન દાર્શનિકની રચના ઉપર સંસ્કૃત ભાષામાં ભાષ્ય, વૃત્તિ, ટીકા, ટિપ્પણ, સાર આદિની ૪૪ જેટલી રચના થઈ. જેની વિગતો અહી વિવિધ સ્રોતોથી સંકલિત કરીને કાલક્રમાનુસાર પ્રસ્તુત કરવામાં આવી રહી છે.
સર્વપ્રથમ તત્વાર્થાધિગમ સૂત્ર પર લખાયેલ સંસ્કૃત ગ્રંથોને કાલક્રમાનુસાર પ્રસ્તુત કરી રહ્યા છિએ:૧. તત્ત્વાર્થસૂત્ર સ્વપજ્ઞ ભાષ્ય (ગ્રંથાગ્ર ૨૧૪૨ શ્લોક). પણ દિગંબરોએ