________________
ગ્રંથ પરંપરાના આલોકમાં વાચકવર્ય ઉમાસ્વાતિ
ત
તત્ત્વાર્થાધિગમસૂત્ર
(આધારિત પ્રકાશિત ગ્રંથો)
તત્ત્વાર્થસૂત્ર ગ્રંથ જૈન પરંપરામાં સર્વાધિક સન્માન્ય ગ્રંથોમાંનો એક છે. આ ગ્રંથ ઉપર અત્યાર સુધી પપથી વધારે ટીકાઓની રચના થઈ છે. તેના ભારતીય અને વિદેશી ભાષાઓમાં અનુવાદ થયા છે. આ ગ્રંથ તત્ત્વાર્થાધિગમસૂત્ર, મોક્ષશાસ્ત્ર વગેરે નામોથી પણ ઓળખાય છે. શ્વેતાંબર મૂર્તિપૂજક રચનાકારને ઉમાસ્વાતિ તરીકે ઓળખે છે. જ્યારે દિગંબર જૈન ઉમાસ્વામિન્ તરીકે નામાભિધાન કરે છે. દિગંબર પરંપરામાં તેઓનું અપરનામ ગૃદ્ધપિચ્છાચાર્ય છે. તેમને આચાર્ય કુંદકુંદના શિષ્ય તરીકે પણ ઓળખવામાં આવેલ છે.
શ્વેતાંબર પરંપરા અનુસાર ઉમાસ્વાતિનો જન્મ ન્યગ્રોધિકા ગામમાં માતા ઉમા અને પિતા સ્વાતિના ઘરે થયો હતો. ઉમાસ્વાતિ પોતે વાચક અને નાગરવાચક બંને નામાભિધાનથી ઓળખાતા હતા.
૧૩મી-૧૪મી સદીમાં થયેલ ભારતીય દર્શનમાં વૈતવાદના સ્થાપક મધ્વાચાર્યે પોતાની કૃતિમાં તેઓનો ઉમાસ્વાતિવાચકાચાર્ય તરીકે નામોલ્લેખ કરીને વર્ણન કરેલ છે. જેના પરથી તેમની મહત્તા અને લોકપ્રિયતા ફલિત થાય
તત્ત્વાર્થસૂત્રની રચના પાટલિપુત્ર (કુસુમપુર), વર્તમાન પટનામાં થઈ