________________
મિથ્યાદર્શન ક્રિયા ઐહલૌકિક આદિદુન્યવી ફળની ઈચ્છાથી મિથ્યાદૃષ્ટિની સાધના કરવી. (૨૫) અપ્રત્યાખ્યાન ક્રિયાઃ પાપકાર્યોના પ્રત્યાખ્યાનથી (નિયમથી) રહિત જીવની ક્રિયા.
સારાંશ : મિથ્યાત્વ આદિ ચારમાંથી ગમે તે એકનું ગ્રહણ કરે તો પણ અન્ય આસવોનો તેમાં સમાવેશ થઈ જાય છે. આમ હોવા છતાં ઈદ્રિયો વગેરે એકબીજામાં કેવી રીતે નિમિત્તરૂપ બને છે, અને તેના યોગે કેવી કેવી પ્રવૃત્તિ થાય છે ઇત્યાદિનો સ્પષ્ટ બોધ થાય, એ દૃષ્ટિ લક્ષ્યમાં રાખીને અહીં ચાર આગ્નવોનું ગ્રહણ કર્યું છે. આ ચારમાં પણ કષાયની પ્રધાનતા છે. બાકીના ત્રણનો એમાં સમાવેશ થઈ જાય છે.
જેમ પૂર્વે યોગ શુભ-અશુભ એમ બે પ્રકારે કહ્યા છે, તેમાં શુભયોગ પુણ્યનો આસ્રવ છે અને અશુભયોગ પાપકર્મનો આસ્રવ છે, એમ જણાવ્યું છે; તેમ અહીં પણ ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. તેમાં પ્રશસ્ત ઈન્દ્રિય આદિની પ્રવૃત્તિ પુણ્ય કર્મનો અને અપ્રશસ્ત ઇન્દ્રિય આદિની પ્રવૃત્તિ પાપ કર્મનો આસ્રવ છે. પૌદ્ગલિક સુખ માટે ઈન્દ્રિય આદિની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. આત્મકલ્યાણના ઉદ્દેશથી ઈદ્રિય આદિની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. સ્ત્રીનાં અંગોપાંગ, નાટક આદિ જોવામાં ચક્ષુ ઇન્દ્રિયની પ્રવૃત્તિ અપ્રશસ્ત છે. વીતરાગ દેવ, ગુરુ વગેરેના દર્શનમાં ચક્ષુ ઈદ્રિયની પ્રવૃત્તિ પ્રશસ્ત છે. પોતાનું અપમાન કરનારો વગેરે પ્રત્યે અહંકાર આદિને વશ બનીને ક્રોધ કરવો તે અપ્રશસ્ત ક્રોધ. અવિનીત શિખ્યાદિકને સન્માર્ગે લાવવાના શુભ ઇરાદાથી તેના પ્રત્યે બાહ્યથી ક્રોધ કરવો એ પ્રશસ્ત ક્રોધ છે.
આમ્રવનાં (બાહ્ય) કારણો સમાન હોવા છતાં આંતરિક પરિણામ ભેદના કારણે કર્મબંધમાં થતા ભેદનું પ્રતિપાદન. તીવ્ર-મંત્ર-જ્ઞાતાજ્ઞાતિમા-
વધારા વિશેષ્યસ્તવિશેષઃ ૬-૭ તીવ્ર-મન્દ-જ્ઞાતાજ્ઞાતભાવ-વીયધિકરણવિશેષ્યભ્યસ્તવિશેષઃ ૬-૭ તીવ્ર-મન્દ-જ્ઞાત-અજ્ઞાતભાવ-વીર્ય
અધિકરણ-વિશેષ્યભ્યઃ તવિશેષઃ -૭
કાકા
-
જs
૧૮૮ ૪ તત્ત્વમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org