Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 409
________________ ભગવંતના મસ્તકનો અંતિમ પ્રદેશ જ્યાં લોકાકાશ પૂરું થાય છે, ત્યાં અંતિમ પ્રદેશને સ્પર્શીને રહે છે. સિદ્ધોની અવગાહના (આત્મા જેટલું ક્ષેત્ર રોકે તે) પૂર્વ શરીરના ભાગની રહે છે, શરીરનો - ભાગ જે વાયુથી ભરેલો પોલો છે તે વાયુ નીકળી જાય છે. ત્યારે સઘન ચૈતન્યનો પિંડ શેષ રહે છે, તે અવગાહના - ભાગ હોય છે. ૐ (૨૦૦૦ ધનુષનો એક ગાઉ, ચાર હાથનો એક ધનુષ) આકાશના ઉપરના છેડાથી એક યોજન જતાં સિદ્ધ શિલા આઠમી પૃથ્વી છે, તે સ્ફટિક જેવી સફેદ છે. કથરોટ જેવી ગોળ છે. તેની લંબાઈ-પહોળાઈ ૪૫ લાખ યોજન છે. મધ્ય ભાગમાં આઠ યોજન ઘટતી જાય છે, તે ક્રમશઃ ઘટતા બીજના ચંદ્ર સમાન હોય છે. અઢી દ્વીપ પણ ૪૫ લાખ યોજન પ્રમાણ છે. અઢી દ્વીપની કર્મભૂમિમાંથી જીવો મોક્ષ પામે છે, તેથી જીવ જ્યાંથી મોક્ષ પામે ત્યાંથી સીધી જ ગતિમાં ઊર્ધ્વગમન કરી એક જ સમયમાં લોકાગ્રે પહોંચે છે. અનંતા જીવો મોક્ષે પહોંચ્યા છે. સિદ્ધો સૂક્ષ્મ અને અરૂપી હોવાથી જેમ દીવાની જ્યોતમાં જ્યોતિ સમાય તેમ તેમનું અવગાહન સમાઈ જાય છે. જેમ દીવાના બલ્બ જુદા હોય છે તેમ દરેક સિદ્ધાત્મનું અસ્તિત્વ અલગ હોય છે. पूर्वप्रयोगाद्-असङ्गत्वाद्-बन्धविच्छेदात् तथागतिपरिणामाच्च तद्गतिः પૂર્વપ્રયોગાદ્-અસંગત્વાદ્-બન્ધવિચ્છેદાત્ તથાગતપરિણામાચ્ચ તગતિઃ પૂર્વપ્રયોગાદ્-અસંગત્વાદ્-બન્ધવિચ્છેદાત્ Jain Education International 10-9 તથાગતિપરિણામાત્ ચ તતિઃ પૂર્વ પ્રયોગ, અસંગ, બંધવિચ્છેદ, તથાતિ પરિણામ ૩૭૨ ૪ તત્ત્વમીમાંસા ૧૦-૬ For Private & Personal Use Only ૧૦-૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428