Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 417
________________ જુએ છે, શું જાણે છે તે બતાવ્યું છે. જીવોના પ્રકારો જન્મ, ગતિ, જાતિ વગેરે જણાવીને, સંસારમાં જીવ ક્યાં ભમ્યો, ત્યાં કેટલું રહ્યો. ત્યાં કેવાં સુખદુઃખ ભોગવ્યાં, પુનઃ પુનઃ ત્યાં શા માટે ઊપજવું થયું, કેવી ઇન્દ્રિયો અને શરીર ગ્રહણ કર્યા, તે દર્શાવ્યું છે. અધ્યાય છઠ્ઠાથી આઠમા અધ્યાય સુધીમાં જ્ઞાનસ્વરૂપ એવો આત્મા જ્ઞાનની સૂક્ષ્મતાને ગ્રહણ કરી શુદ્ધાત્માને પ્રગટ કરવાને બદલે અજ્ઞાનવશ પોતાના જ્ઞાનસ્વરૂપને આવરણ કરી દે છે. અને જડ પુદ્ગલોમાં રોકાઈ જાય છે. નાશવંતનો ભરોસો કરે છે. અને સચિદાનંદ સ્વરૂપ એવા સ્વયંને જ ભૂલી જાય છે. તે આસ્રવ દ્વારા જણાવે છે. આસ્રવ અને બંધની જોડીની બેડીમાં બંધાઈ જાય છે, ત્યારે જીવ શુભયોગે ક્યારેક સોનાની બેડી પહેરે છે. અને અશુભયોગે ક્યારેક . લોઢાની બેડી પહેરે છે. બંને જંજીરોમાં જકડાયેલો નિર્દોષ સુખથી વંચિત રહે છે. અજ્ઞાનવશ એવો તો ભુલભુલામણીમાં પડે છે કે, બેડી સોનાની કર્મના ભારવાળી હોવા છતાં, પુણ્યયોગ મળતાં ભૌતિક સુખને સુખ માની મૂંઝાઈ જાય છે. કોઈ સંતજનોના યોગે પુણ્યયોગનો ઉપયોગ કરીને સન્માર્ગે વળે છે, ત્યાં તેને આત્મલક્ષ્ય થતાં સોનાની બેડી અહિતકારી છે તેમ સમજાય છે ત્યારે સમ્યવિચારણા પ્રત્યે વળે છે. સમિતિ, ગુપ્તિ, ભાવનાઓ અને પરિષહજય દ્વારા સંયમને આરાધી, પરિણતિની શુદ્ધિ થવાથી, આવતો કર્મપ્રવાહ અટકી જાય છે. સંયમ સાથે તપનો સહયોગ બને છે, ત્યારે ઇચ્છાઓ નિરોધ થતાં શુદ્ધ પરિણતિ દ્વારા પૂર્વના ગ્રહણ કરેલાં કર્મો નાશ પામે છે. ક્રમે કરીને કર્મોનો પૂર્ણ નાશ થતાં જીવ નિરાવરણ બને છે. સમ્યવિચારણા દ્વારા જીવને સમ્યગુ શ્રદ્ધા થવાથી અનાદિના મિથ્યાત્વરૂપી આશ્રવનો નિરોધ થાય છે, બંધ શિથિલ થાય છે, ત્યારે તે ગુણસ્થાનકે આરોહણ કરે છે. ત્યાં તેને આત્મવૈભવનાં અનન્ય દર્શન થાય છે. અર્થાતુ પ્રથમ અધ્યાયમાં દર્શાવેલો માર્ગ અહીં સાધકમાં સ્વસ્વરૂપે પ્રગટ થાય છે, ત્યારે જીવનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ થાય છે, એ જ મોક્ષ MMMMMMMMMMMMMMMMMMMMMMMMMMWwwwww નાન ૩૮૦ જ તત્ત્વમીમાંસા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428