Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 414
________________ નાના-નાના નાના ગમે તે લિંગવાળો જીવ વર્તમાન ભવમાં ગમે તે લિંગે સિદ્ધ થઈ શકે છે. અથવા દ્રવ્યલિંગ અને ભાવલિંગ એ બે લિંગની દૃષ્ટિએ આ દ્વારની વિચારણા થઈ શકે. દ્રવ્યલિંગના ત્રણ ભેદ છે. (૧) સ્વલિંગ-રજોહરણ, મુહપત્તી વગેરે, (૨) અન્યલિંગ – પરિવ્રાજક આદિનો વેષ, (૩) ગૃહસ્થલિંગ-ગૃહસ્થોનો વેષ. જ્ઞાન-દર્શન-ચારિત્ર ભાવલિંગ છે. વર્તમાનકાળની દૃષ્ટિએ દ્રવ્યલિંગ રહિત જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ ભાવલિંગથી સિદ્ધ થાય છે. ભૂતકાળની દૃષ્ટિએ ભાવલિંગને આશ્રયીને લિંગ (જ્ઞાન-દર્શનચારિત્રરૂપ) સિદ્ધ થાય છે અને દ્રવ્યલિંગને આશ્રયીને સ્વલિંગ આદિ ત્રણે લિગે સિદ્ધ થાય છે. (પ) તીર્થ : તીર્થમાં જ સિદ્ધ થાય કે અતીર્થમાં પણ સિદ્ધ થાય તેની વિચારણા. તીર્થમાં પણ સિદ્ધ થાય અને અતીર્થમાં પણ સિદ્ધ થાય છે. મરુદેવી માતા વગેરે અતીર્થ સિદ્ધ છે. () ચારિત્ર ઃ ક્યા ચારિત્રમાં સિદ્ધ થાય તેની વિચારણા. વર્તમાન કાળની દૃષ્ટિએ જીવ નોચારિત્રી – નોઅચારિત્રી રૂપે સિદ્ધ થાય છે. કારણ કે મોક્ષમાં પાંચ ચારિત્રમાંથી કોઈ ચારિત્ર હોતું નથી. ત્યારે સર્વથા ચારિત્રનો અભાવ છે એમ પણ ન કહી શકાય, ભૂતકાળની દૃષ્ટિએ અનંતર ચારિત્ર અને પરંપરા ચારિત્ર એ બે રીતે વિચારણા થઈ શકે છે. અનંતર ચારિત્રની અપેક્ષાએ યથાખ્યાત ચારિત્રમાં સિદ્ધ થાય છે. પરંપરા ચારિત્રની અપેક્ષાએ સામાયિક, સૂક્ષ્મ સમ્પરાય, યથાખ્યાત એ ત્રણ; અથવા છેદો પસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ ત્રણ; અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ ચાર; અથવા છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ ચાર; અથવા સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત એ પાંચ ચારિત્રોમાં સિદ્ધ થઈ શકે છે. (૭) પ્રત્યેક બુદ્ધબોધિત ઃ કોણ સ્વયં બોધ પામીને સિદ્ધ થાય અને કોઈ બીજાથી બોધ પામીને સિદ્ધ થાય તેની વિચારણા. કોઈ સ્વયં બુદ્ધ રૂપે, અર્થાત્ અન્યના ઉપદેશ વિના, કોઈ તેવા નિમિત્તથી સ્વયં | અધ્યાયઃ ૧૦ • સૂત્ર : ૭ % ૩૭૭ --------નાના -- - --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428