Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 398
________________ મોહની ગાંઠ છેદાઈ ગઈ છે તે નિગ્રંથ, અર્થાત્ જેના મોહનો સર્વથા ક્ષય કે ઉપશમ થઈ ગયો છે તે નિથ. મોહનો સર્વથા ક્ષય ૧૨મા ગુણસ્થાને અને ઉપશમ ૧૧મા ગુણસ્થાને હોય છે. આથી ૧૨મા અને ૧૧મા ગુણઠાણે રહેલ ક્ષપક અને ઉપશમક નિગ્રંથ છે. (૫) સ્નાતક સ્નાતક એટલે મળને દૂર કરનાર. જેણે રાગાદિ દોષો રૂપ મળને દૂર કરી નાખ્યો છે તે સ્નાતક. સ્નાતકના બે ભેદ છે. (૧) સયોગી સ્નાતક (૨) અયોગી સ્નાતક. ૧૩મા ગુણઠાણે રહેલ સયોગી કેવળી સયોગી સ્નાતક છે. ૧૪મા ગુણઠાણે રહેલ અયોગી કેવળી અયોગી સ્નાતક છે. પુલાક આદિ પાંચ નિગ્રંથો સંબંધી વિશેષ વિચારણા संयम - श्रुत- प्रतिसेवना - तीर्थलिङ्ग श्योपपात - स्थानविकल्पतः साध्याः સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ લેશ્યોપપાત-સ્થાનવિકલ્પતઃ સાધ્યાઃ સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ લેશ્યા-ઉપપાત-સ્થાન-વિકલ્પતઃ સાધ્યાઃ ૯-૪૯ સંયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેશ્યા, ઉપપાત, સ્થાન એ આઠ દ્વારોથી નિગ્રંથો સંબંધી વિશેષ વિચારણા કરવી જોઈએ. ૯-૪૯ Jain Education International ૧. સંયમ : પાંચ ચારિત્રમાંથી કોને કેટલા ચારિત્ર હોય તેની વિચારણા. પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ એ ત્રણને સામાયિક અને છેદાવસ્થાપનીય સંયમ હોય છે. કષાય કુશીલને પરિહાર વિશુદ્ધિ અને સૂક્ષ્મ સંપરાય એ બે સંયમ હોય છે. નિગ્રંથ અને સ્નાતકને યથાખ્યાત ચારિત્ર હોય છે. કેટલાકના મતે કષાય કુશીલને યથાખ્યાત સિવાય ચાર સંયમ હોય છે. અધ્યાય : ૯ • સૂત્ર : ૪૯ ૪ ૩૬૧ For Private & Personal Use Only ૯-૪૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428