Book Title: Tattvamimansa
Author(s): Sunandaben Vohra
Publisher: Nilaben and Ashokbhai Choksi

View full book text
Previous | Next

Page 402
________________ --- - -- -------------- ---------- -- - -- ઉત્કૃષ્ટ સંયમને કારણે, સ્વયોગ્યતાને કારણે શ્રેણી પર આરૂઢ થઈ અનંતગુણશ્રેણી નિર્ભર કરે છે. એવા જ્ઞાનીને ધર્મધ્યાન અને શુક્લધ્યાન વડે સમયે સમયે અનંત અનંત સંયમ-શુદ્ધ અવ્યવસાયની વૃદ્ધિ થાય છે. આથી કર્મોનો સમૂહ નાશ પામે છે. ધર્મધ્યાનનો પ્રારંભ થતાં, જીવનો કર્મભાર હળવો બને છે, ઉપયોગની સ્થિરતા આવે છે. સૂક્ષ્મ ચિંતનની ધારા ટકે છે, ત્યારે સાધક શ્રેણીના ક્રમમાં શુક્લધ્યાનનો સ્વામી બને છે. મોહ સ્વયંભૂરમણ સમુદ્રને, ભવસમુદ્રને તરવાનું ભગીરથ કાર્ય અહીં સંપન્ન થાય છે. ચાર ઘનઘાતી કર્મનો નાશ થઈ જીવ કેવળજ્ઞાન પામી કૃતકૃત્ય થઈ જાય છે. કારણ કે હવે ભવભ્રમણનું કોઈ કર્મબીજ આ અવસ્થામાં રહેતું નથી. ભલે તે સમયે નામ, ગોત્ર આદિ અઘાતી કર્મોનો ઉદય છે, પરંતુ એ કંઈ બાધા પહોંચાડી શકે તેમ નથી, શુભપણે વર્તવા સિવાય તેમનું હવે જીવને બાધક થવાનું કોઈ પ્રયોજન નથી. ગ્રંથકારે પ્રથમ અધ્યાયમાં મોક્ષનો નિર્દેશ કર્યા પછી આ અધ્યાયમાં તેની પ્રાપ્તિના ઉપાયો બતાવ્યા છે. અનાદિનું અકબંધ ચાલ્યું આવતું મિથ્યાત્વ જીવને અધર્મ પરિણામરૂપે વળગેલું હતું. અને જીવ દુઃખ પામતો આવ્યો હતો. આ અધ્યાયમાં સંવર તત્ત્વથી જીવને ધર્મની પ્રાપ્તિ સૂચવી છે. સંવરરૂપ પરિણામથી જીવમાં સાચા ધર્મનો પ્રારંભ થાય છે. પૂર્વસંસ્કારથી જીવમાં ઉત્પન્ન થતા વિકારી ભાવોને અટકાવવાનું કાર્ય સંવરતત્ત્વથી થાય છે. સાધક સાચા ધર્મમાં પ્રવેશ કરે છે ત્યારે મિથ્યાભાવ દબાય છે, અટકે છે. - મિથ્યાત્વનો વ્યય થતાં જીવમાં સમ્યગુભાવનો ઉત્પાદ થાય છે. મિથ્યાત્વનું અટકવું અને સંવરનું ઉત્પન્ન થવું તે અવસ્થા શુદ્ધ ઉપયોગની છે. અર્થાત્ સાધક જ્યારે મિથ્યાભાવથી અટકે છે ત્યારે પ્રથમ અશુભભાવો ટળે છે. અને જે કંઈ ઘર્મારાધન કરે છે તેમાં શુભભાવનો ઉપ્તાદ થાય છે. એ આત્મનિષ્ઠાયુક્ત શુભભાવમાં કથંચિત સાધકની દૃષ્ટિમાં તત્ત્વની અધ્યાયઃ ૯• તત્ત્વદોહન જ ૩૦૫ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428