Book Title: Tattva Chintan ane Samyag Darshan
Author(s): Suresh Shah
Publisher: Suresh Shah

View full book text
Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના મુંબઈ યુનિવર્સિટીમાં તત્વચિંતન ઉપર પ્રાધ્યાપકોએ જે પ્રવચન આપેલા એની મેં નોંધ કરી હતી. ખૂબ સંક્ષિપ્તમાં પશ્ચિમની અને ભારતીય ફિલોસોફી (તત્ત્વચિંતન)ની માહિતી આપી હતી. અંગ્રેજીમાં આપેલી. વિગતને ગુજરાતીમાં મારી સમજણ પ્રમાણે લખી છે. આશા છે કે વાંચનારને મારો પ્રયાસ, વિષયની જાણકારી આપશે. સદ્ગુરૂ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર મહાત્મા ગાંધીજીના જીવનમાં અધ્યાત્મ માટે ઉંડી છાપ પાડી હતી અને એમનાં વચનામૃત તથા એમણે રચેલ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર” નો મેં અભ્યાસ કર્યો છે. શ્રીમદ રાજચંદ્ર લખેલી આત્મસિદ્ધિનું મેં અંગ્રેજીમાં અનુવાદન સરળ ભાષામાં કર્યું છે. એનાથી અંગ્રેજી વાંચનારને આધ્યાત્મિક લાભ થશે એવી આશા છે. તત્ત્વચિંતનની સમજણ સાથે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતને પણ આમાં આવરી લેવાની મેં કોશિશ કરી છે. મારા લખાણથી વાંચનારને કંઈપણ દુઃખ થાય અથવા તો શાસ્ત્રની કંઈ પણ વિરાધના થઈ હોય તો, સર્વને મિચ્છામી દુકકડમ કહી ખમાવું છું. સુરેશ શાહ મુંબઈ તા. ૧૭-૯-૨૦૧૪ તત્ત્વચિંતન અને સમ્યગદર્શન

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 74