________________
તર્કભાષા વાર્તિકમ્ અમૃતસિદ્ધ નથી. માટે તેમના પક્ષી ગગનસંયોગાત્મક સંબંધને સમવાય થવાનીકહેવાની અપિત્તિ નથી.
સુખ ધર્મને છોડીને જે રસ્તે જવા યોગ્ય નથી તેવા ઉન્માર્ગે માણસો સુખ મેળવે છે. પણ ત્યાં ધર્મ નથી. અને ધર્મારાધના કરનાર પાસે ધર્મ છે. પણ હજી સુખનો ઉદય થયો નથી. માટે પૃથસિદ્ધ એટલે યુતસિદ્ધ હોવાથી અતિવ્યાપ્તિ નથી.. | સુખ અને ધર્મનાં સંબંધમાં જેમ કહ્યું; તેમ દુઃખ તપસ્યા સ્થલે પાપને છોડી રહે છે અને પાપે માણસને હજી દુઃખનો ઉદય ન થયો ત્યાં સુધી એકલું પાપ પણ રહે છે. માટે દુઃખ-પાપ પણ યુતસિદ્ધ જ છે. એમ સમજવું.
વળી સમવાય સંબંધ દ્વારા રહેવાનું વિવક્ષિત છે, પણ તે અવસ્થાનરહેવાનું, સ્વરૂપ સંબંથી જ સંભવી શકે છે. અથવા સમવાય સંબંધથી બે અયુત પદાર્થનું અવસ્થાન (અમૃતસ્વરૂપ) વિવક્ષિત છે. (અયુતસ્વરૂપ) તે અવસ્થાન તો સ્વરૂપ સંબંધથી જ રહે છે. તે સમવાય સંબંધ પણ સ્વરૂપ સંબંધથી રહે છે. એટલે સ્વરૂપ સંબંધથી સમવાયનું અવસ્થાન સિદ્ધ થાય, ત્યારે બે પદાર્થનું અવસ્થાન સમવાય સંબંધથી સિદ્ધ થાય અને બે પદાર્થનું અવસ્થાન સમવાય સંબંધથી સિદ્ધ થાય, ત્યારે સમવાયનું ત્યાં સ્વરૂપ સંબંધથી અવસ્થાન સિદ્ધ બને; એમ અન્યોન્યાશ્રય દોષ આવે.
અયુતસિદ્ધનો સંબંધ તે સમવાય' એવું સમવાયનું લક્ષણ કરીએ, ત્યારે અયુતસિદ્ધ એટલે શું ? તેના જવાબમાં સમવાય સંબંધથી રહે છે, એટલે સમવાયના જ્ઞાન માટે અયુત સિદ્ધનું જ્ઞાન જરૂરી છે. તેનું જ્ઞાન સમવાયની અપેક્ષા રાખે છે. એટલે સમવાયના જ્ઞાનની જરૂર પડી. પોતાના માટે પોતાની અપેક્ષા રહેવાથી આત્માશ્રય દોષ આવે.
આ દૂષણ નથી. કારણ કે જગત્ આધારતાના નિયામક, સંયોગસંબંધ સિવાયનો જે સંબંધ તેનાથી જેની વૃત્તિ હોય, તે અયુતસિદ્ધ કહેવાય. એવી વિવક્ષા કરવાથી ઉપરોક્ત દુષણ આવતા નથી.
विनश्यत्तात्विति विनाशकारणसामग्रीसान्निध्यमित्यत्र कारणसामग्योरन्यतरग्रहणेन विनश्यत्ताया लक्षणद्वयं बोध्यं, सान्निध्यं विनश्यत्तेत्युक्ते स्थित्यवस्थायां