Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 328
________________ ૩૦૫ તર્કભાષા વાર્તિક એટલે માનવું જોઈએ કે કારણસર વાયુમાં અનુભૂત રૂપ હોય છે. જેમ “તવૈશ્ય જિ. વળી પૃથ્વી અને વનસ્પતિ ભિન્ન જાતિનાં પુદ્ગલ છે. બન્નેનો ભિન્ન સ્વભાવ હોવાથી તેમની ઉત્પતિ અને વિનાશ કમમાં પણ ઘણો ફેર છે. જે સાક્ષાત્ જોવા મળે છે. માટે તૈયાયિક પૃથ્વી અને વનસ્પતિને સમાન જાતિ માને છે, તે યોગ્ય નથી. હા પુદ્ગલવેન એક માનતા હો તો પૃથ્વી, અપ, તેજ, વાયુ (વનસ્પતિ) બધાને એક રૂપ માનવાં જોઈએ.' ચાર્વાક - જગતમાં પંચ ભૂત સિવાય કશું દેખાતું નથી. માટે અદષ્ટને માનવું યોગ્યનથી. એટલે ચૈતન્ય શકિત પણ ભૂતમાંથી ઉત્પન્ન થાય છે. પણ જીવ નામનો કોઈ અલગ પદાર્થ નથી. જેના :- મર્યા પછી પણ શરીરાકારવાળું પંચભૂત વિદ્યમાન હોવા છતાં ત્યાં ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી માટે તમારી વાતતો અહી જ તૂટીને ટુકડા થઈ જાય છે. વળી આજકાલ તો હિપ્નોટિઝમ દ્વારાતો પૂર્વભવસિદ્ધ થઈ ગયો છે. અને પ્રયોગ પ્રમાણે તે હકીકત સત્ય પુરવાર થઈ જાય છે. માટે શરીરથી ભિન્ન આત્મા માનવો જરૂરી છે. - બૌદ્ધ - જગત એટલે ક્ષણિકજ્ઞાનનાં પ્રવાહ સિવાય કશું જ નથી. જ્ઞાનમાં તેવો વિચિત્રતાનો માત્ર ભાસ થાય છે. જેના:- તમે જ્ઞાનનો નિરન્વય નાશ માનો છો. જયારે જ્ઞાન સ્વરૂપ સ્મૃતિ અને પ્રયંભિજ્ઞા થાય છે. તેમાં ભૂતકાળનું જ્ઞાન હોવું જરૂરી છે. સમનત્તર જ્ઞાનોત્પત્તિ સંપ્રત્યયમાં આ વાત ઘટી શકે એમ નથી. કારણ એક જ્ઞાન પૂર્વેક્ષણમાં છે. બીજું જ્ઞાન ઉત્તરક્ષણમાં છે અને પૂર્વજ્ઞાનનો સર્વથા નાશ થઈ જાય છે માટે પૂર્વજ્ઞાનનાં સંસ્કાર ઉત્તરજ્ઞાનમાં આવી શકતા નથી. નર્સિંગહોમમાં એક બાલકની ઉત્પતિ અને બીજી ક્ષણે અન્ય બાળક જન્મે છે. તેટલાં માત્રથી પૂર્વ બાળકનાં સંસ્કાર તેમાં સંક્રમિત થતાં જોવા મળતાં નથી. વાસ્યવાસક ભાવ પણ બે પદાર્થ એક કાળે ભેગાં મળે તો જ સંભવે. એમ સંતાન ધારા અન્ય જ્ઞાનમાં સંભવી ન શકતી હોવાથી ધર્મ કે અધર્મની વ્યવસ્થા થઈ શકશે નહીં. કયો માણસ આગળનાં માણસની મુકિત માટે તપ વેઠે. અને પાપથી દુઃખી કોણ થશે ? એમ બૌદ્ધ મત યોગ્ય નથી. સાંખ્ય મત આત્માને સર્વથા નિષ્ક્રિય માને છે તેથી બંધ મોક્ષ આત્માનાં સંભવતા જ નથી તો કયો જીવ જડ એવી પ્રકૃતિ માટે પ્રયત્ન કરે ? તૈયાયિક આત્માને અને ભૂત - જડ પદાર્થને પણ માને છે. પછી પાછા સમવાયથી જોડે છે. તે યુકત નથી. આ વાત સમવાયની વિચારણામાં દર્શાવી જ છે. બીજું જગતની વૈચિત્રમાં સર્વત્ર તેઓ ઈશ્વરને અગ્રેગુ કરે છે. તે અજુગતું

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330