Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 327
________________ તર્કભાષા વાર્તિકમ્ - ૩૦૪ જગતનું સત્ય સ્વરૂપ જગતની અંદર જડ અને જીવ બે પદાર્થ છે. એક બીજા ઉપર અનુગ્રહ ઉપઘાત કરવાથી જગતમાં વિચિત્રતા ઉભી થાય છે. બ્રાહ્મી ઔષધિ વિ. ના સેવનથી ચૈતન્ય ખીલે છે. તે મદિરા વિ. ના કારણે લુપ્ત પણ થાય છે. પરંતુ કેટલાક જડ પદાર્થ એવા છે જેમાં જીવનો કોઈ પ્રયત્ન લાગુ પડતો નથી. પોતાની મેળેજ તેવા તેવા પરિણામને પામે છે. જેમ સંધ્યા વખતે ગાંધર્વનગર, ઈત્યાદિ. તેને પુદ્ગલના મિશ્રણથી પુદ્ગલમાં જડમાં અનેક જાતનાં સ્વભાવ જોવા મળે છે. આગ છે તો ઉપર જ જાય છે. વાયરો તીરછો વહ્યા કરે છે. - જ્યારે અજીવ એવા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અરૂપી હોઈ બાહ્ય ક્રિયથી ગ્રાહય નથી બનતા છતાં ગતિ સ્થિતિનાં કાર્ય ઉપરથી તેમની સત્તા નિશ્ચિત કરાય છે. જો ખુલ્લી જગ્યા રૂપ આકાશને જ માત્ર ગતિનું સહાયક માનીએ તો અલોકમાં પણ ગતિ થવાની આપત્તિ આવે. અને અલોક તો અમાપ અનંત હોવાથી મુકત જીવ કયાંય પણ કરીને બેસી નહિ શકે. (કારણકે કોઈ અટકાવનાર તો છે નહિં) : તેથી તત્વાર્થ કારિકામાં કહ્યું છે કે "ततोप्यूर्ध्वं गतिस्तेषां कस्मान्नास्तीति चेन्मतिः । (उ.-) धर्मास्तिकायस्याમાવત્ દિ તુ તિ: પર: / 1. રારા લોકના છેડે ધર્માસ્તિકાયની સત્તા પૂરી થવાથી અલોકમાં ગતિ થતી નથી. પરંતુ લોકનાં અગ્રભાગને અડીને મુકત જીવો રહેલાં છે. વળી લોકમાં સતત ગતિ જ કર્યા કરીએ એવું નથી. માટે સ્થિર થવામાં અધર્માસ્તિકાય ઉપયોગી નીવડે છે. જયારે આકાશદ્રવ્ય બધાને અવકાશ આપે છે. કાળથી નાના-મોટાનો વ્યવહાર ચાલે છે. જયારે પાંચમું જડદ્રવ્ય પુલ છે, જે રૂપી હોવાથી બાહય ઇંદ્રિયથી જોઈ શકાય છે. અને રૂપથી રસ ગંધ સ્પર્શ પણ સાથે સમજી જ લેવાનાં. કારણકે કોઈપણ પુગલ એકલું રૂપવાન સંભવી શકતું નથી.જેમ ઘીમાં કોઈ વિશેષ સ્વાદ નથી, છતાં એક જાતનાં તુરાં રસને અનુભવી છીએ. જયારે કેરીમાં ચાર ગુણ સ્પષ્ટ છે. એમ અન્વય વ્યામિનાં બળે અને જયાં રૂપ નથી, ત્યાં અન્ય ત્રણ પણ નથી હોતા. જેમ આકાશ એમ વ્યતિરેક વ્યામિનાં બળે રૂપ ચતુણ્યની સર્વ પુલમાં સિદ્ધિ થાય છે. શંકાકાર:- વાયુમાં રૂપતો નથી પણ સ્પર્શ તો છે માટે તમારી વાત - વ્યાતિમાં વ્યભિચાર છે. સમાધાન - HO હાઈડ્રોજનના બે અણુ અને ઓક્સીજન અણુનું મિશ્રણ કરવાથી પાણી જોવા મળે છે. હવે તે ગેસમાં રૂપ ન હોય તો આ રૂપ કયાંથી આવ્યું?

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330