Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 325
________________ તકભાષા વાર્તિક 3०२ [પરિશિષ્ટ]. સમવાય પદાર્થ વિચારણા નૈયાયિકનો પાયો સમવાય છે. તેઓ ગુણ ગુણીને ભિન્ન પદાર્થ માને છે. જ્યારે લોકમાં બધાને તેમાં અભેદ-એકત્વનો બોધ થાય છે. આવી અભેદ પ્રતીતિ સંયોગ સંબંધથી બંધ બેસે તેમ નથી. તાદાત્મ માને તો ગુણ ગુણી અભિન્ન થઈ જાય. આ બન્ને આપત્તિથી બચવા સમવાય સંબંધની કલ્પના કરવામાં આવી છે. તેમની ન્યાય નીતિ પ્રમાણે સિધ્યમાન ધર્મ એક નિત્ય હોય છે. એટલે સમવાયને એક અને નિત્ય માનવો પડયો. ત્યારે આપત્તિ એ આવીને ઉભી રહે છે કે વાયુમાં રૂપ પ્રતિયોગી નથી, એથી રૂપ સમવાય હોવા છતાં રૂપવાનું વાયુ” એવી પ્રતીતિની બાધાથી બચી ગયા. પણ તેઓએ આત્માના અદષ્ટ ગુણ. અને આત્માને સર્વ વ્યાપી માન્યા. અને બન્નેને જોડનાર સમવાય પાગ વિભું છે. આમ માનવા જતા એક મોટી આપતિ આવશે કે સર્વ વ્યાપી હોય તો અન્ય આત્મા સાથે તે અદષ્ટનું જોડાણ કેમ ન થાય ? તેથી એક બીજાના કર્મ સાથે ભેળસેળ થવાનો પ્રસંગ આવશે. ટેબલ હોય તેના ઉપર ગુંદર લગાડ્યો હોય અને તેટલો જ મોટો કાગળ હોય તો તે કાગળ આખા ટેબલ સાથે ચોંટી જશે ને જૈનો તો આત્મા અને કર્મને મધ્યમ પરિમાણી અને બંને વચ્ચે તાદામ્ય માને છે. જૈનોનું કહેવું છે કે જે પદાર્થો ક્ષીર-નીરની જેમ એકમેક દેખાતા હોય ત્યાં તાદામ્ય સં. હોય છે, એટલે તે સંબંધી તે રૂપે ગોઠવાઈ જાય છે, તેને જોડનાર કોઈ અલગ સંબંધ નામનો ભિન્ન પદાર્થ નથી. જે આત્મા સાથે કર્મ = પુલદ્રવ્ય એકમેક થયું = તાદાત્મ પામ્યું તે તાદાભ્ય સંબંધીમાં જ સીમિત હોવાથી અન્યત્ર જોડાવાની આપત્તિ નથી. કર્મનો જેની સાથે તાદાત્મ હોય તેને જ તેની અસર થાય છે. અહીં તો અવચ્છેદ રૂપે પણ સમવાયને ભિન્ન-ભિન્ન માની ન શકાય. કારણ આત્મા- અદષ્ટ સંપૂર્ણ કાલદેશમાં વિદ્યમાન જ છે. મોક્ષ સિવાય અદષ્ટ વગરનો આત્મા ક્યારેય હોતો નથી. વળી ન્યાયમતે સમવાયમાં સમવાયત્વ રાખવા સ્વરૂપ સં. માનવી તો પડે

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330