Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 329
________________ તર્કભાષા વાર્તિકમ્ ૩૦૬ છે, કારણ અમે પૂછીએ છીએ કે જગત માં માત્ર પહેલા એકલો ઈશ્વર હતો તો વૈચિત્ર શા માટે ઉભુ કર્યું? માત્ર રમવા માટે કર્યું હોય તો તે રમકડા જેવું તુચ્છ જ કહેવાય તે કોઈ હકીકતમાં દુઃખ સુખ કરનાર ન બને. અને તે દયાળુ હોવાથી સર્વને સુખી જ કરેને ! હવે કર્મને અનુસાર ફળ આપે તો એનો મતલબ તો કર્મ રાજા જ મોટો ઈશ્વર થયો. અમે (જૈનો) જે કર્મ પ્રકૃતિ કહીએ છીએ તે કાર્પણ વર્ગણા - પુલ છે. ૧૦૦ વર્ષ પહેલાં ચિકાગો (અમેરિકા)માં સર્વ ધર્મ કોન્ફરન્સમાં કર્મ ફિલોસોફી જ સર્વને સત્યને સાચી-યોગ્ય ભાસી હતી. આત્મારામજી દ્વારા તૈયાર કરેલ શ્રાવક ત્યાં જઈને આ કાર્ય કરીને જૈન શાસનની કીર્તિ વધારી હતી. કારણકે કર્મના આધારે બધી જ વૈચિત્ર્ય યુકિત યુકત લાગે છે. માથાના વાળ કાળા કેમ? તો કૃષ્ણવર્ણનો ઉદય. દાંત સ્થિર તો સ્થિર નામ કર્મનો ઉદય. જીભ અસ્થિર તો અસ્થિર નામકર્મનો ઉદય. યુગલરૂપે સરખી સાધન સામગ્રી છતાં એક ભણવામાં નબળો કેમ? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય. આ બધી વૈચિત્રમાં માત્ર એક ઈશ્વરને કારણ માનવું યુકત નથી. - પહાડ વગેરે શરીર દ્વારા બનાવનાર ઈશ્વર માનીએ તો બિચારો મહેનત કરીને થાકી જાય. ઈશ્વર જો સર્વ સમર્થ છે તો પછી અત્યારે ચણ અનેક જાતની નવી વસ્તુઓ બને છે, ત્યાં કયાંય ઈશ્વરની ગંધ પણ કેમ નથી આવતી ? વળી ઈશ્વર સર્વનો કર્તા હોય અને સ્વઈચ્છાથી બધુ પેદા કરનાર છે. તો અમારા જેવા ઈશ્વરને ખોટા પાડનારા નાસ્તિકોને શું કામ સજર્યા? . નૈયા - તેઓને ખબર નથી કે તમે નાસ્તિક પાકશો. જેના - તો તે અજ્ઞાની જ રહ્યો કહેવાય. જો કર્માધીન બધું થાય છે, તો પછી ઈશ્વરની સર્વશકિતસંપન્નતા કયાં રહી ? વળી ઈશ્વરનું ખંડન કરનારા અમારા ગ્રંથો તો રચાવા જ ન જોઈએ કારણ કોઈપણ વ્યક્તિ પોતાનું ખંડન થાય એવી ઈચ્છા તો ન રાખે. એમ ઈશ્વરને અનાદિનો માની શેષની તેનાથી ઉત્પત્તિ માનો ત્યારે પેલા વચન યાદ આવે કે નહિકદાચિત્ અનીદશં જગતુ”ના આધારે ભિન્ન જાતિનો મૂળ પદાર્થો અનાદિકાળનો માનવો જ યુકત છે. બીજાંકુર ન્યાયથી એટલે અમે કહીએ છીએ કે જીવોનો નિગોદમાં કર્મ સાથે સંબધ અનાદિકાળ નો હતો. ધીરે ધીરે બહાર નિકળતાં ક્રમશઃ પંચેન્દ્રિય બની તપ વિ. દ્વારા ઉજવલ બને અને મોક્ષે મેળવે છે. જેમાં માટી સાથે અનાદિના સંયોગવાળું સોનું અગ્નિ તાપથી શુદ્ધ બને છે... શિવ ભવતું

Loading...

Page Navigation
1 ... 327 328 329 330