Book Title: Tarkbhasha Vartikam
Author(s): Ratnajyotvijay
Publisher: Ranjanvijayji Jain Pustakalay

View full book text
Previous | Next

Page 301
________________ તર્ક ભાષા વાર્તિક विशिष्टो हेतुः । न च विशेष्याभावे विशिष्टं स्वरूपमस्ति । विशिष्टश्च हेतुर्नास्त्येव । ___ असमर्थविशेषणासिद्धो यथा-शब्दो नित्यो गुणत्वे सत्यकारणकत्वात् । अत्र हि विशेषणस्य गुणत्वस्य न किञ्चित् सामर्थ्यमस्तीति । विशेप्याकारणत्वस्यैव नित्यत्वसाधने सामर्थ्यात् । अतोऽसमर्थविशेपणता । स्वरूपासिद्धत्वं तु विशेषणाभावे विशिष्टस्याप्यभावात् । . તેમજ (૧) વિશેષણાસિદ્ધ, (૨) વિશેષ્યાસિદ્ધ, (૩) અસમર્થ વિશે - ષણાસિદ્ધ, અને (૪) અસમર્થ વિશેષાસિદ્ધ-એ (ચાર) સ્વરૂપસિદ્ધના ભેદો છે. તેમાં વિશેષણાસિદ્ધ જેમકે - શબ્દ નિત્ય છે, કારણ કે તે દ્રવ્ય હોઈ, સ્પર્શરહિત છે. અહીં દ્રવ્યત્વવિશિષ્ટ અસ્પર્શત્વ એ હેતુ છે, નહીં કે માત્ર અસ્પર્શત્વ. અને શબ્દમાં દ્રવ્યત્વ વિશેષણ ન હોય તો તેનાથી વિશિષ્ટ એવું અસ્પર્શત્વ પણ ન હોય; કારણ કે વિશેષણના અભાવમાં વિશેષ્યનો પણ અભાવ હોય છે. જેમકે માત્ર દંડના અભાવમાં કે પુરુષના અભાવમાં દંડવિશિષ્ટ પુરુષનો પણ અભાવ જ હોય છે. તેથી અસ્પર્શત્વ હોવા છતાં દ્રવ્યત્વવિશિષ્ટ હેતુનો અભાવ હોવાથી (અહીં) સ્વરૂપાસિદ્ધત્વ જ છે. અસમર્થ વિશેષણાસિદ્ધ (નામનો બીજો સ્વરૂપા સિદ્ધ) જેમકે શબ્દ નિત્ય છે, કારણ કે (તે) ગુણ હોઈ, (તેને કોઈ કારણ નથી. તે કોઈ કારણથી જન્ય નથી પણ સ્વતઃ સિદ્ધ જ છે. અહીં ગુણત્વ એ વિશેષણનું કોઈ સામર્થ્ય નથી. કારણ કે અકારણત્વ એ વિશેષ્ય જ નિત્યત્વનું સાધન (હેતુ) થવા સમર્થ છે. તેથી અહીં વિશેષણની અસમર્થતા છે. માટે તે અસત્ જ કહેવાય. અહીં સ્વરૂપાસિદ્ધત્વ એટલા માટે છે કે વિશેષણના અભાવમાં વિશિષ્ટનો પણ અભાવ હોય છે. ननु विशेषणं गुणत्वम्, तच्च शब्देऽस्त्येव तत् कथं विशेषणाभावः? सत्यमस्त्येव गुणत्वम् । किं तु न तद्विशेषणम् । प्रयोगः । तथाहि शब्दो नित्योऽकारणकत्वे सति गुणत्वादिति । अत्र तु विशेषणमात्रस्यैव नित्यत्वसाधने समर्थत्वाद् विशेष्यमसमर्थम् । स्वरूपासिद्धत्वं तु विशेष्या

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330