________________
તર્ક ભાષા વાર્તિક विशिष्टो हेतुः । न च विशेष्याभावे विशिष्टं स्वरूपमस्ति । विशिष्टश्च हेतुर्नास्त्येव । ___ असमर्थविशेषणासिद्धो यथा-शब्दो नित्यो गुणत्वे सत्यकारणकत्वात् । अत्र हि विशेषणस्य गुणत्वस्य न किञ्चित् सामर्थ्यमस्तीति । विशेप्याकारणत्वस्यैव नित्यत्वसाधने सामर्थ्यात् । अतोऽसमर्थविशेपणता । स्वरूपासिद्धत्वं तु विशेषणाभावे विशिष्टस्याप्यभावात् । .
તેમજ (૧) વિશેષણાસિદ્ધ, (૨) વિશેષ્યાસિદ્ધ, (૩) અસમર્થ વિશે - ષણાસિદ્ધ, અને (૪) અસમર્થ વિશેષાસિદ્ધ-એ (ચાર) સ્વરૂપસિદ્ધના ભેદો છે. તેમાં વિશેષણાસિદ્ધ જેમકે - શબ્દ નિત્ય છે, કારણ કે તે દ્રવ્ય હોઈ, સ્પર્શરહિત છે. અહીં દ્રવ્યત્વવિશિષ્ટ અસ્પર્શત્વ એ હેતુ છે, નહીં કે માત્ર અસ્પર્શત્વ. અને શબ્દમાં દ્રવ્યત્વ વિશેષણ ન હોય તો તેનાથી વિશિષ્ટ એવું અસ્પર્શત્વ પણ ન હોય; કારણ કે વિશેષણના અભાવમાં વિશેષ્યનો પણ અભાવ હોય છે. જેમકે માત્ર દંડના અભાવમાં કે પુરુષના અભાવમાં દંડવિશિષ્ટ પુરુષનો પણ અભાવ જ હોય છે. તેથી અસ્પર્શત્વ હોવા છતાં દ્રવ્યત્વવિશિષ્ટ હેતુનો અભાવ હોવાથી (અહીં) સ્વરૂપાસિદ્ધત્વ જ છે.
અસમર્થ વિશેષણાસિદ્ધ (નામનો બીજો સ્વરૂપા સિદ્ધ) જેમકે શબ્દ નિત્ય છે, કારણ કે (તે) ગુણ હોઈ, (તેને કોઈ કારણ નથી. તે કોઈ કારણથી જન્ય નથી પણ સ્વતઃ સિદ્ધ જ છે. અહીં ગુણત્વ એ વિશેષણનું કોઈ સામર્થ્ય નથી. કારણ કે અકારણત્વ એ વિશેષ્ય જ નિત્યત્વનું સાધન (હેતુ) થવા સમર્થ છે. તેથી અહીં વિશેષણની અસમર્થતા છે. માટે તે અસત્ જ કહેવાય. અહીં સ્વરૂપાસિદ્ધત્વ એટલા માટે છે કે વિશેષણના અભાવમાં વિશિષ્ટનો પણ અભાવ હોય છે.
ननु विशेषणं गुणत्वम्, तच्च शब्देऽस्त्येव तत् कथं विशेषणाभावः?
सत्यमस्त्येव गुणत्वम् । किं तु न तद्विशेषणम् । प्रयोगः । तथाहि शब्दो नित्योऽकारणकत्वे सति गुणत्वादिति । अत्र तु विशेषणमात्रस्यैव नित्यत्वसाधने समर्थत्वाद् विशेष्यमसमर्थम् । स्वरूपासिद्धत्वं तु विशेष्या