________________ સૌરભ પરિમલ આધુનિક કેળવણીને પ્રચાર હાલમાં અત્યંત વધતું જાય છે. ડીગ્રી એક ફેશન માટે જ બની ગઈ છે. કેળવણીના નામે આર્ય સંસ્કૃતિને નાશ અને પશ્ચિમને વાયરા ગાઢબનતું જાય છે. અધઃપતનથી બચવા સભ્યજ્ઞાનની જ ખાસ આવશ્યકતા છે. સમ્યજ્ઞાનથી આત્મજાગૃતિની જ્યોતિ પ્રગટે છે. આત્મા ક્રિયાશુદ્ધિ દ્વારા સમગ્ગારિત્રને પ્રાપ્ત કરે છે. જૈન શાસનની શેભા સમ્યજ્ઞાનથી જ થાય છે. પ્રથમ ધ્યેય મોક્ષ સુખને પ્રાપ્ત કરવા માટેની જ સાધના છે. મેક્ષમાર્ગના પથિકને સ્વાધ્યાય એ મંગલ પાથેય છે. આત્માને નવપલ્લવિત કરવા જ્ઞાનવારિમાં સ્નાન કરવા મુખ્ય આવશ્યકતા છે. જ્ઞાન એ અત્યંતર તપ ગણાય છે. જેથી સવાધ્યાય એ તપ જ છે. હમણા સ્વાધ્યાયની ખૂબ જ જરૂરિયાત છે. આ પંચમકાળમાં તરણતારણું હોય તે સમ્યજ્ઞાન જ છે. સમ્યજ્ઞાનથી અજ્ઞાનતિમિરને હઠાવી શકાય છે, દુઃખને સામને કરી શકાય છે, સમ્યજ્ઞાન દિપક સમાન છે. આ પુસ્તિકા છપાવવાની ભાવના થતાં પૂ. સ્વ. પુપાશ્રીજી મ.ના પ્રશિષ્યા હેમેન્દ્રશ્રીજી મહારાજની શુભ પ્રેરણાથી ઘેલાભાઈ કરમચંદ જૈન સેનેટોરીયમના ટ્રસ્ટીઓને સહકાર મળે છે, તે બદલ આભાર. આ પુસ્તિકાનું કામ સુંદર અને જલ્દી તૈયાર કરી આપનાર સાધના પ્રેસના માલિક શેઠશ્રી ગીરધરભાઈ કુલચંદ તથા તેમના સુપુત્ર છેટુભાઈને અત્યંત આભાર. લી. પૂ. ગુરુદેવશ્રી હેમેનશ્રીજી મ.ના શિષ્યા સાવી શ્રી આત્મપ્રજામીજીની . કોટિશ વદનાવલી...