________________ 140 | સ્વાધ્યાય પુષસૌરભ સાથીઓ સવળા કરાવી તેના ઉપર ચેખાના પાંચ સાથી આ કરાવી સભા સમક્ષ સર્વ સાધુ સાધ્વીઓ આઠ થાયવડે સવળા દેવ વાંદે, તેમાં સર્વ ઠેકાણે પાર્શ્વનાથનાં ચૈચવ દો, સંસારદાવા અને સ્નાતસ્યાની સ્તુતિઓ તથા સ્તવનને ઠેકાણે અજિતશાંતિ રાગ કાઢયા વિના કહે. દેવ વાંચી રહ્યા પછી ખમાસમણ ઈચ્છા શુદ્રોપદ્રવ હડાવણથં કાઉસ્સગ્ન કરૂં? ઈચ્છ. શુદ્રોપદ્રવ એહડાવણથં કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦ કહી ચાર લેગસ્સને કાઉસ્સગ્ય સાગરવરગંભીરા સુધી કરી, એક જણ કાઉસગ્ગ પારીને નમેહંત કહી સવે યક્ષાંબિકાઆ સ્તુતિ અને બૃહશાંતિ કહીને પારે, પછી પ્રગટ લેગસ કહી અવિધિ આશાતનાને મિચ્છામિ દુક્કડે દઈ સાધુ-સાધ્વી પરસ્પર ભિવંદન કરે. બહારગામથી હવ-સમાચારીવાળા સાધુ કાળધર્મ પામ્યાના સમાચાર આવે તે ઉપર પ્રમાણે આઠ થઈએ સવળા દેવ વાંદે તથા અજિતશાંતિ, બૃહશાંતિ વગેરે ઉપર પ્રમાણે કહે. સાધ્વીના સમાચાર આવે તે સાધ્વીઓ અને શ્રાવિકાઓ સવળા દેવ વાંદે અને અજિતશાંતિ વગેરે ઉપર લખ્યા મુજબ કહે. 23, સાધુ દરરોજ સાત વખત ચૈત્યવંદન કરે તે આ પ્રમાણે, 1. જાગે ત્યારે રાઈપડિકમણાના પ્રારંભમાં જગચિંતામણિનું. 2. રાઈપડિક્કમણાને અંતે વિશાલલેચનનું. 3. દેરાસર દર્શન કરવા જાય ત્યારે ત્યાં. 4. પચ્ચકખાણ પારતાં જગચિંતામણિનું. 5. આહાર કરી રહ્યા પછી ઈરિયાવહી પડિક્કમીને