________________ 12 આવે અને બંને દ્વારા મોક્ષ મેળવી શકાય. જ્ઞાન ભવસાગર તરવા માટે નૌકા સમાન છે. સામાન્ય કરવાની ક્રિયા જાણનાર સમુદ્રને ઓળંગી શકતું નથી. તેમ જ્ઞાનની સાથે ક્રિયા જાણ કાર હોય તે ભવસમુદ્રને ઓળંગી જાય છે. આ રીતે જૈન શાસનના અમૂલ્ય રત્નત્રયીને પામવાનું સામર્થ્ય સમ્યજ્ઞાનમાં રહેલું છે અને એના વડે જ સમ્યગ્રચારિત્ર દ્વારા મુખ્ય ધ્યેય મોક્ષને મેળવી શકાય છે. મોક્ષમાર્ગના પથિકને સ્વાધ્યાય એ મંગલ પાથેય છે. સ્વાધ્યાય એ અત્યંતર તપ છે. અત્યંતર તપ દ્વારા અનંતા કર્મોની નિજ થાય છે. જેમ અગ્નિ વડે ધાતુ અને માટી છુટા પડે છે તેમ તપ દ્વારા આત્મારૂપી ધાતુ અને કર્મ રૂપી માટી છુટા પડે છે. અગ્નિમાં પડવાથી સેનું સે ટચનું થાય છે, તેમ આત્માને તપશ્ચર્યાથી શુદ્ધ કરે. તપ વિના શુદ્ધિ ક્યાંથી ? આમ સ્વાધ્યાયરૂપી તપ સમ્યકજ્ઞાનને ટકાવી રાખનાર છે. માટે વિવેકી આત્માઓએ જ્ઞાન પ્રાપ્ત કરવા કટિબદ્ધ રહેવું જોઈએ. શ્રી મહાવીરસ્વામી ભગવંત ગૌતમને જણાવે છે “સમય ગાયમ મા પમાયં” તે આપણું પાસે જ્ઞાનનું બિન્દુ નથી, માટે સિધુ જેવા જ્ઞાનને મેળવવા ઘણા પ્રયત્નની જરૂર છે. માટે વિવેકશીલ આત્મા આ પુસ્તક દ્વારા પુનઃ પુનઃ અભ્યાસ કરી કર્મનિર્જરા દ્વારા મોક્ષમાર્ગ પ્રાપ્ત કરે એ જ અંતરેચ્છા. જો કે સ્વાધ્યાયના ઘણા પુસ્તકો બહાર પડ્યા છે. પરંતુ બાલ, વૃદ્ધ, ગ્લાની, તપસ્વી તેમજ શ્રમણવર્ગને અત્યંત આવશ્યક અને ઉપયોગી હોવાથી અમોએ પણ એને મહત્વ આપ્યું છે. આ “સ્વાધ્યાય પુષ્પ સૌરભ " સૌને આત્મકલ્યાણમાં ઉપકૃત નિવડે એ જ શુભેચ્છા. પૂ. હેમેન્દ્રશ્રીજીના શિખ્યા ચરણકિકરી વિરેશાશ્રીજી