________________ inni મંગલ પાથેય अज्ञान खलु कायट क्रोधादिभ्योऽपि सर्वे पापेभ्यः / सवें हितमहित वा, न वेत्ति येनावृतो लोकः // અજ્ઞાન એટલે વિપરીત સમજણ, તેના કારણે ઈષ્ટ પદાર્થ પ્રત્યે દ્વેષ અને અનિષ્ટ પદાર્થો પ્રત્યે રાગ થાય છે. આથી જીવનમાંથી સદાચાર ચાલ્યા જાય છે. જીવન દુરાચારી બને છે. સમસ્ત દુઃખનું કારણ અજ્ઞાન છે. આથી જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર છે. જેમ ઘોર અંધકાર હોય ત્યાં એક દિપક પ્રગટાવવાથી અંધકાર આપોઆપ ચાલ્યા જાય છે, તેમ જ્ઞાનને દિપક પ્રગટે ત્યાં અજ્ઞાનરૂપી અંધકાર ટકી શકે ખરો ? દુગુરૂપી દુર્ગંધને દૂર કરવા અને સદ્ગુણ રૂપી સૌરભથી આત્માને નવપલ્લવિત કરવા જ્ઞાનની પ્રથમ આવશ્યકતા છે. જેમ દેરડાના બળે કૂવાને કાંઠે ઉભેલે માણસ પાણું બહાર કાઢે છે. તેમ સત્સાધન દ્વારા આત્મપ્રદેશમાં રહેલા અખૂટ સુખને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન પ્રાપ્ત થાય એટલે સમ્યગ્દર્શન અને સભ્ય ચારિત્ર પ્રાપ્ત થાય છે. સમ્યગ્દર્શનશાનચારિત્રાણિ મોક્ષમાર્ગ', સમ્યજ્ઞાનના પ્રતાપે આરાધક આત્મા સુંદર આરાધના દ્વારા શિવ સુંદરીને મેળવે છે. પુલ એક કાંઠેથી બીજા કોઠે પહોંચવામાં મદદરૂપ છે, તેમ જ્ઞાન દ્વારા મોક્ષમાર્ગ સરળ બને છે. આધુનિક કેળવણીને પ્રચાર વર્તમાનમાં ખૂબ જ વધતે ચાલે છે. કેળવણીના નામે આર્ય સંસ્કૃતિને નાશ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ વધુ ને વધુ ગાઢ બનતી જાય છે, તે અધઃપતનથી રક્ષણ પામવા આપણી પાસે સમ્યજ્ઞાન એક જ બળ છે. સમ્યગ જ્ઞાનથી આત્મજાગૃતિ પ્રગટે છે. આત્મજાગૃતિ વંત આત્મા ક્રિયાશુદ્ધિ દ્વારા સમચારિત્રને સ્પર્શે છે. જ્ઞાનશિયાભ્યાં મોક્ષ: સમ્યજ્ઞાન હોય તે સમ્યગ્રક્રિયા