________________
૮૮ : સ્વાધ્યાય સંચય
સુખધામ દિન-રાત્ર પરશાન્તિ પ્રણમું પદ
અનંત
રહે અનંત તે વર
સુસંત ચહી,
તધ્યાનમહીં; સુધામય જે,
તે જય તે. ૧ રાજકોટ, ચૈત્ર સુદ ૯, ૧૫૭
કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો.
મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસાર તાપથી દુ:ખી આત્માના દુ:ખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિ:સ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
મોરબી, ચૈત્ર વદ ૯, ૧૯૪૫
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થવા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો.
જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા. થઈ, તે પુરુષના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થકતા છે.
જન્મ-જરા-મરણાદિને નાશ કરવાનું આત્મજ્ઞાન જેમના વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મ-જરા-મરણાદિનો નાશ કરી શકે, કેમ કે તે યથાસંભવ ઉપાય છે.