________________
૪૨૪ : સ્વાધ્યાય સંચય
ન પુણ્ય ન પાપ ન સૌખ્ય ન દુખે, ન મંત્રો ન તીર્થો ન વેદો ન યજ્ઞ અહં ભોજન નૈવ ભોળે ન ભોક્તા, ચિદાનંદરૂપો શિવોSહં શિવોSહં. ૪ ન મૃત્યુ ન શંકા ન મે જાતિભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ; ન બંધુર્ન મિત્ર ન ગુરુ નૈવ શિષ્ય, ચિદાનંદરૂપો શિવોSહં શિવોહં. ૫ અહં નિવિકલ્પો નિરાકારરૂપો, વિભુ વ્યાપ્ત સર્વત્ર સર્વેદ્રીયાણા; સદા મે સમત્વ ન મુક્તિને બંધ ચિદાનંદરૂપો શિવોSહં શિવોહં. ૬
– – – | તારા દિલડાને પૂછી જોજે તારા દિલડાને પૂછી જોજે રે, કોણ છે કોનું? તારા મનડાને પૂછી જોજે રે, કોણ છે કોનું? ૧ પિતા કહે પુત્ર મારો, જાણે આકાશે તારો; ઊગ્યો એ તો ખરવાનો રે, કોણ છે કોનું? ૨ બેની કહે વીરો મારો, જાણે અમૂલ્ય હીરો; હીરો એ તો ઝેર ભર્યો રે, કોણ છે કોનું? ૩ પત્ની કહે પતિ મારો, જાણે એ પ્રેમી દરિયો; દરિયો એ તો ખારો ભર્યો રે, કોણ છે કોનું? ૪ નિશ્ચયથી આત્મા મારો, તે તો સદ્ગુરુએ જોયો; ‘એણે જાયો જાણ્યો અનુભવ્યો રે, એવો આત્મા છે મારો. ૫