________________
સદ્ગુરુ વિના બીજા જો વરિયે, ગજે ચઢી ખચ્ચર કેમ ચઢિયે? એવું જીવ્યાથી ભલું જો મરિયે.
લાજે,
ન ડરે એ તો લોકતણી કે શિર ઉપર રાજેશ્વર ગાજે; દેહ ધર્યો પરમારથ કાજે.
મર્યાદા મેં તો લોકતણી મેટી, પ્હેરી રે મેં તો પ્રેમતણી પેટી; શ્રી લઘુરાજના સ્વામીને ભેટી.
*
સ્વાધ્યાય સંચય : ૪૩૯
.. લગની
..લગની
લગની
O
જીવનની આ પળ અણમોલ, તારા અંતર પટને ખોલ, એક વાર તો પ્રેમેથી બોલ, સહજાત્મ સ્વરૂપે પરમગુરુ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ સહજાત્મ...
શાસ્ત્રો કહે છે વગાડી ઢોલ, મરતાં પહેલાં બાંધી તોડ, એક વાર તો પ્રેમથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ ઈશ્વર કેરી આ માયાને, તું પોતાની માને છે.
તારા દિલમાં જામેલી એ, ભ્રાંતિ તુજને બાંધે છે, ભલે કમાઈ લે લાખ કરોડ, ખોટી તારી દોડાદોડ.
એક વાર તો પ્રેમેથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ ઘર મારાથી ના છૂટે, એ ખોટું તારું બહાનું છે,
બાપદાદા જ્યાં વસી ગયા, એ એક મુસાફિરખાનું છે, રાગદ્વેષના બંધન છોડ પુણ્ય તારું ભાતુ (નાતુ) તું જોડ,
એક વાર તો પ્રેમેથી બોલ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ ભૂલ થયેલી સુધારી લે એજ ખરો આદિ માનવ છે,
હારી બાજી જીતી લે એમાં ત્હારું ડહાપણ છે.