________________
૪૩૮ : સ્વાધ્યાય સંચય
દાવ છે દાવ છે દાવ છે રે, નર ચેતી લે ચેતવાનો દાવ છે, નિશ્ચે નિશાનનો ઠરાવ છે રે. ...નર ચેતી લે૦ દેહ જુદાં પણ સોહં સરવમાં, સરખે નગારે ઘાવ છે રે. ..નર ચેતી લે૰ નામ રૂપ કચરો દૂર કરીને, અસ્તિ-ભાતિ પ્રિયતાનો ભાવ છે રે, ...નર ચેતી લે૦ નાથ કહે ગુરુ રાજકૃપાથી, મારે તો મારો પ્રભાવ છે રે. ......નર ચેતી લે૰
*
એક છે એક છે એક છે રે દષ્ટા સાક્ષી સરવમાં એક છે, મૂઢમતિમાં અનેક છે રે. દેષ્ટા સાક્ષી ૦ વણખા મસાલોને દિવા અનેક છે, વન્દીમાં સૌનો વિવેક છે, નામ રૂપ મિથ્યા માયા તણો રે, જેને સ્વરૂપનું ટેક છે રે. દેષ્ટા સાક્ષી નાથ કહે તે જે જન સમજે, તેના કરમની રેખ છે રે. દષ્ટા સાક્ષી
ૐ
લગની તો સદ્ગુરુ શું લાગી, જે તન મન ધન આશા ત્યાગી. સાંભળ વારત કહ્યું સાહેલી, કીધાં રે મેં તો બલિયાજી બેલી; માથું રે પહેલું પાશંગમાં મેલી. સુગુરુ વિના બીજો જો ધારું, તેથી તો જીવિત બગડે છે મારું; જીતી બાજી હાથે શું હારું?
...લગની
લગની
૦
.