Book Title: Swadhyay Sanchay
Author(s): Shrimad Rajchandra Swadhyay Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir

View full book text
Previous | Next

Page 453
________________ ૪૨૮: સ્વાધ્યાય સંચય નથી તો કાંઈ લાવેલા, ન કાંઈ લઈ જાવાના; પ્રભુજીના પરોણાને, કશી વાતે કમીના ના. ૬ ભલે વહાલા ઊડી જાએ, અમે ન લેશ રોવાના; અમો પણ એ જ મારગમાં, છીએ આખર જાવાના. ૭ જ ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના, કરીએ કોટિ ઉપાય જી; અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય છે. ૧ વેશ લીધો વૈરાગ્યનો, દેશ રહી ગયો દૂર છે; ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી. કામ ક્રોધ લોભ મોહનું, જ્યાં લગી મૂળ ન જાય જી; સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય છે. ૩ ઉણ રતે અવનિ વિષે, બીજ ન દીસે બહાર જી ધન વરસે વન પાંગરે, ઇંદ્રી વિષય આકાર જી. ચમક દેખીને લોહ ચળે, ઇંટ્રી વિષય સંજોગ જી; અણભેટે અભાવ છે, ભેટે ભોગવશે ભોગ જી. ૫ ઉપર તજે ને અંત ભજે, એમ ન સરે અરથ જી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી. ૬ ભ્રષ્ટ થયો ભોગ જોગથી, જેમ બગડયું દૂધ જી; ગયું વૃત મહી માખણ થકી, આપે થયું અશુદ્ધ જી. ૭ પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગ્રહ્યો રે ત્યાગ જી; નિષ્કુળાનંદ એ નરનો, વણસમજો વૈરાગ્ય જી. ૮ —માથે કોપી રહ્યો છે કાળ રે, ઊંઘ તને કેમ આવે? પાણી પહેલાં બાંધી લેને પાળ રે, ઊંઘ તને કેમ આવે?

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480