________________
૧૬૪ : સ્વાધ્યાય સંચય
જે હાથીના શિરમહીં રહ્યાં રક્તથી યુક્ત છે ને, મોતીઓથી વિભૂષિત કર્યા ભૂમિના ભાગ જેણે; એવો સામે મૃગપતિ કદી આવતો જો રહે છે, નાવે પાસે શરણ પ્રભુજી! આપનું જે ગ્રહે છે. ૩૯ કલ્પોકેરા સમય પરના વાયરાથી અતિશે, ઊડે જેમાં વિવિધ તણખા અગ્નિકરાય મિશે; એવો અગ્નિ સમીપ કદીએ આવતો હોય પોતે, તારા નામ-સ્મરણ-જળથી થાય છે શાંત તો તે. ૪૦ કાળો કાળો અતિશય બની લાલ આંખ કરેલી, ક્રોધે પૂરો બહુવિધ વળી, ઊછળે ફેણ જેની;
એવો મોટો મણિધર કદી, આવતો હોય સામે, નિશ્વે થંભે તુરત અહિ તે, હે પ્રભુ! આપ નામ. ૪૧ અશ્વો કૂદ ગજગણ કરે ભીમનાદો અતિશે, એવી સેના સમર ભૂમિમાં, રાજતી જીત મિષે; ભેદાયે તે તુરત પ્રભુજી! આપનાં કીર્તનોથી, જાણે નાસે તિમિર સઘળાં, સૂર્યનાં કિરણોથી. ૪૨ ભોકાતાં ત્યાં કરિ-શરીરમાં લોહીધારા વહે છે; તેમાં હાલી અહીંતહીં અહા! સૈનિકો તો રહે છે; એ સંગ્રામે નવ રહી કદી જીતકરી નિશાની, લીધું જેણે શરણ તુજ તો હાર હોય જ શાની? ૪૩ જ્યાં ત્યાં કૂદાકૂદ કરી રહ્યાં નક્રચક્રો ફરે છે, જેમાં મોજાં અહીંતહીં બહુ જોરથી ઊછળે છે; એવા અબ્ધિમહીં કદી અહા! યાત્રિકો જો ફસાય, સંભારે જો પ્રભુજી! તમને, ભીતિ તો દૂર થાય. ૪૪
૨. સિંહ. ૧. સર્પ. ૨. હાથીના શરીરમાં. ૩. સમુદ્રમાં.