________________
સ્વાધ્યાય સંચય : ૧૯૭
ઘેલી ગોપાંગનાને હૈયે સમાયો,
માધવીનો રાયચંદ
રે.
આજ દેવદિવાળી ૦
બ્રહ્મચારીજીરચિત સ્તુતિ પતિ પરમકૃપાળુ મારા રે, અવિનાશી સુખ દેનારા રે, તેને નિત રાજી કરવા રે, તેની જ કૃપાને વરવા રે... ૧ આ જીવન હવેનું ગાવું રે, ભવભણી હવે ના ભાળું રે, એવો નિશ્ચય કરી મનમાં રે, મૂકું તેને વર્તનમાં રે... ૨ તેની જ વાતો ઉચ્ચારું રે, મનમાં તેને જ વિચારું રે, તેને જ સદા સંભારું રે, તેના પ્રતિ પ્રેમ વધારું રે... ૩ પૂછું તો તેની જ વાતો રે, જાવા દઉં પર-પંચાતો રે, તેમાં જ કરું તત્પરતા રે, ના રાખું ભાવો ફરતા રે... ૪ તેની આજ્ઞા નિત પાળું રે, ક્ષણ ક્ષણ મંત્રે મન વાળું રે, બીજું ના ઇચ્છું કાંઈ રે, એ અચળ કરું ઉરમાંહી રે... ૫ બહુ કાળ થકી આથડ્યો રે, જીવ નરક નિગોદ પડ્યો રે, હવે પરમકૃપાળુ જડિયો રે, ચિંતામણી હાથે ચઢિયો રે.. ૬ તો હવે ઊણપ છે શાની રે, પુરુષાર્થે માત્ર કરવાની રે, તે કરવા મંડી પડવું રે, મુક્તિ સોપાને ચઢવું રે... ૭ શું કરવા કાજે આવ્યો રે, ને શામાં કાળ ગુમાવ્યો રે, શું કરી રહ્યો છું આજે રે, એ નિત્ય તપાસું સાંજે રે... ૮ આ નીરસ છે સંસાર રે, એમ જ્ઞાની કરે પોકાર રે, તો તેમાં ચિત્ત ન રાખું રે, એક જ ભક્તિરસ ચાખું રે... ૯ રહેતા પણ બીજે કામે રે, સીતા મન રમતું રામે રે, તેમ પરમકૃપાળુ શરણે રે, રહી કરું લીનતા શરણે રે. - ૧૦