________________
સ્વાધ્યાય સંચય : ૪૦૩
સુકવિ હોય તેણે સદ્ગથ બાંધવા;
દાતાર હોય તેણે દાન કરવાં, પતિવ્રતા નારીએ કંથને પૂછવું,
કંથ કહે તે તો ચિત્ત ધરવું. આપણે આપણા ધર્મ સંભાળવા,
કર્મનો મર્મ લેવો વિચારી, નરસૈયાના સ્વામિને સ્નેહથી સમરતાં, ફરી નવ અવતરે નરને નારી...
... હે રાત રહે જાહરે
—–
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં જ્યાં લગી આતમાતત્વ ચીન્યો નહીં,
ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષા દેહ તારો એમ એળે ગયો,
માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી,
થયું ઘેર રહી દાન દીધે, શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યો,
શું થયું વાળ લોચન કીધે. શું થયું ત૫ ને તીરથ કીધાં થકી, ને શું થયું માળ ગ્રહી નામ લીધે. શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,
થયું ગંગજલ પાન કીધે. શું થયું વેદ વ્યાકરણ વાણી વધે,
શું થયું રાગ ને રંગ જાયે.