________________
૪૧૪ : સ્વાધ્યાય સંચય
હવે બળે છે જગમાં બલાય રે, કોઈ મને શું કહેશે? મેં તો ભેટયા છે ભૂદરરાય રે, કોઈ મને શું કહેશે? ૨ અતિ આનંદ થયો છે મારે અંગ રે, કોઈ મને શું કહેશે? લાગ્યો રસિયાજીનો રંગ રે, કોઈ મને શું કહેશે? ૩ થઈ જગમાં અલૌકિક જીત રે, કોઈ મને શું કહેશે? લાગી પૂરણ સલુણા સાથે પ્રીત રે, કોઈ મને શું કહેશે? ૪ હવે થયો સંસારડો ઝેર રે, કોઈ મને શું કહેશે? બ્રહ્માનંદને હાલે કીધી મહેર રે, કોઈ મને શું કહેશે? ૫
એવી મહાપદ કેરી વાત, સંત કોઈ જાણે રે જેને મળ્યા સદ્ગુરુ રે સુજાણ, સોઈ પિછાણે રે. એવી - ૧ દિન ઊગે ભૂલ્યો ભગવાન, પછી કેમ જાશે રે, આડી રેણ અંધારી રાત, ઘણા રડવડશે રે. એવી ૨ એવા તન મન ને વળી ધન રે, ગુરુજીને ધરીએ રે એવો અવર દુજો નહીં હોય રે, ફોગટ ફેરો ફરીએ રે. એવી - ૩ આવ્યો ભજન કરવાનો સમવાદ રે, ભજન કરી તરવું રે, એવા કરજો સંતોના રૂડા સંગ, અસત્ય પરહરવું રે. એવી - ૪ એવા સંત સ્વરૂપી જહાજ રે, તેમાં કોઈ બેસે રે; તે તો તરી ઊતરે ભવપાર, જેમલ એમ કહે છે રે. એવી - ૫
હૈયાના ફૂટયા, હરિ સંગ હેતે ન કીધું લખ ચોરાશી કેરું લુગડું માથે માગી લીધું રે. હૈયાના ૦ ૧ પેટને અરથે પાપ કરતાં, પાછું ફરી નવ જોયું; ચાર દિવસના જીવતર સારું, મન માયામાં મોહ્યું. હૈયાના ૦ ૨