________________
સ્વાધ્યાય સંચય : ૩૬૭
અન્ય જિન સ્તવનો
શ્રી બુદ્ધિસાગરજીકૃત સ્તવન રાજુલ કહે છે શામળા, કેમ પાછા વળિયા; મુજને મૂકી નાથજી! કોનાથી હળિયા? ... ૧ પશુદયા મનમાં વસી, કેમ હારી ન આણો? સ્ત્રીને દુઃખી કરી પ્રભુ! હઠ ફોગટ તાણો. ... ૨ લગ્ન ન કરવાં જો હતાં, કેમ અહીં આવ્યા? પોતાની મરજી વિના, કેમ બીજા લાવ્યા? ... ૩
ષભાદિ તીર્થંકરા, ગૃહવાસે વસિયા, તેનાથી શું તમે જ્ઞાની કે, આવી દૂર ખસિયા! ... શુકન જોતાં ન આવડ્યા, કહેવાતા ત્રિજ્ઞાની; બનવાનું જો એમ હતું, વાત પહેલાં ન જાણી! ... ૫ જાદવકુળની રીતડી, બોલ બોલી ન પાળે; આરંભી પડતું મૂકે, તે શું અજવાળે? .. કાળા કામણગારડા, ભીરુ થઈ શું વળિયા? હુકમથી પશુઆં દયા, આણ માનત બળિયા. ... વિરાગી જો મન હતું, કેમ તોરણ આવ્યા? આઠ ભવોની પ્રીતડી, લેશ મનમાં ના લાવ્યા! ... મારી દયા કરી નહીં જરા, કેમ અન્યની કરશો? નિર્દય થઈને હાલમાં, કેમ ઠામે ઠરશો? ... ૯ વિરહ વ્યથાની અગ્નિમાં, બળતી મને મૂકી: કાળાથી કરી પ્રીતડી, અરે પોતે હું ચૂકી ... ૧૦ જગમાં કોઈ ને કોઈનું, એમ રાજુલ ધારે, રાગિણી થઈ વૈરાગિણી, મન એમ વિચારે ... ૧૧