________________
સ્વાધ્યાય સંચય : ૧૬૫
અંગો જેનાં અતિશય વળ્યાં, પેટના વ્યાધિઓથી, જેણે છોડી જીવન જીવવા સર્વથા આશ તેથી; એવા પ્રાણી શરણ પ્રભુજી! આપનું જો ધરે છે, તેઓ નિશે જગતભરમાં દેવરૂપે ફરે છે. ૪૫ જે કેદીના પગમહીં અરે! બેડીઓ તો પડી છે, માયાથી તે જકડી લઈને, જાંઘ સુધી જડી છે; એવા કેદી-મનુજ પ્રભુજી! આપને જો સ્મરે છે, સર્વે બંધો ઝટપટ છૂટી, છૂટથી તે ફરે છે. ૪૬ ગાંડા હાથી, સિંહ, દવ અને સર્વ યુદ્ધ થયેલી, અબ્ધિકેરી ઉદર-દરદે, બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તો હરે છે, જેઓ તારું સ્તવન પ્રભુજી! પ્રેમથી રે! કરે છે. ૪૭ જેણે ગૂંથી ગુણગણરૂપે વર્ણફૂલે રમૂજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી; તેને જેઓ નિશદિન અહા! કંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખથી જગમાં માનતુંગી વરે છે. ૪૮
શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર
ગુર્જર પદ્યાનુવાદ કલ્યાણનું મંદિર અને ઉદાર ઇચ્છિત આપવે, દાતા અભય ભયભીતને સમર્થ દુરિત કાપવે; સંસાર-દરિયે ડૂબતાને તારતી નૌકા ખરી, તે પાર્શ્વજિનના પદ-કમળને પ્રથમ હું પ્રેમે નમી. ૧