________________
૧૨૪ : સ્વાધ્યાય સંચય
તાવ છે.
અંતર્ગાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી, વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં, આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય અને એ વડે ‘સમાધિ” ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે.
વળી સ્મરણ થાય છે કે, એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં, કે અન્યથા કરતાં, તે માઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાયું. એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે.
વળી સ્મરણ થાય છે કે, જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંતવાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો, તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું અને તેમ કરવાની તો ઇચ્છા નહોતી! કહો, એ સ્મરણ થતાં આ કલેષિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે.
વધારે શું કહેવું? જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિ પણે ભ્રમણ કર્યું, તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું? એ ચિંતના થઈ પડી છે; ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દઢત્વ આત્મામાં પ્રકાશે છે; પણ કેટલીક નિરૂપાયતા છે, ત્યાં કેમ કરવું?