________________
સ્વાધ્યાય સંચય : ૧૫૯
દૂર રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગજનતણાં નામ માત્ર તમારા; જો કે દૂરે રવિ રહી અને કિરણોને પ્રસારે, તોયે ખીલે કમળદળ તે કિરણોથી વધારે. ૯ એમાં કાંઈ નથી નવીનતા નાથ! દેવાધિદેવ! ભક્તો સર્વે પદ પ્રભુ તણું પામતાં નિત્યમેવ; લોકો સેવે કદી ધનિકને તો ધની જેમ થાય, સેવા થાતાં પ્રભુપદ તણી આપ જેવા જ થાય. ૧૦ જોવા જેવા જગમહીં કદી હોય તો આપ એક, બીજા સર્વે સકળ પ્રભુથી ઊતરે છે જ છેક; પીધું હોયે ઊજળું દૂધ જો ચંદ્ર જેવું મજાનું, ખારાં ખારાં 'ઉદધિ-જળને કો પીએ કેમ માનું? ૧૧ જે જે ઊંચા અણુ જગતમાં ઠામ ઠામે પડ્યા છે, તે તે સર્વે ગ્રહી ગ્રહી અહા! આપ માંહીં જડ્યા છે; આ પૃથ્વીમાં પરમ આણુઓ તેટલા માત્ર દિસે, તે હેતુથી પ્રભુ તુજ સમું રૂપ ના અન્ય કો છે. ૧૨ જેણે જીતી ત્રિભુવન તણી ઉપમા સર્વ રીતે, દેવોના ને જગગણતણા ચિત્તને ખેંચતી તે; થાતો ઝાંખો શશિ પણ પ્રભુ! આપના મુખ પાસે, મેલા જેવો દિનમહીં અને છેક પીળો જ દિસે. ૧૩ બાપા ગુણો ત્રિભુવનમહીં હે પ્રભુ! શુભ એવા, શોભે સર્વે સકળ કળના પૂણિમા ચંદ્ર જેવા; તારા જેવા જિનવરતણા આશરે તે રહે છે, સ્વેચ્છાથી તો અહીંતહીં જતાં કોણ રોકી શકે છે? ૧૪
૧. સમુદ્રનું પાણી.