________________
સ્વાધ્યાય સંચય : ૧૨૭
સંવત ૧૯૪૮, ભા. સુ. ૧૦ અત્ર ક્ષણ પર્યત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વાદિ કાળને વિષે મન, વચન, કાયાના યોગથી જે અપરાધાદિ કાંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઇચ્છું છું; હવે પછીના કોઈ પણ કાળને વિષે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું, તેમ છતાં પણ કોઈક અનુપયોગ ભાવે દેહપર્યતને વિષે તે પ્રકાર ક્વચિત્ થાય તો તે વિષે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઇચ્છું છું, અને તે ક્ષમારૂપ ભાવ આ પત્રને વિચારતાં વારંવાર ચિંતવી તમે પણ તે સર્વપ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના વિસ્મરણ કરવાને યોગ્ય છો.
સંવત ૧૯૫૩, ભા. સુદ ૬ પરમકૃપાળુ પૂજ્ય પિતાશ્રીજી,
આજ દિવસ પર્યત મેં આપનો કાંઈ પણ અવિનય, અભક્તિ કે અપરાધ કર્યો હોય તે બે હાથ જોડી મસ્તક નમાવીને શુદ્ધ અંત:કરણથી ક્ષમાવું છું. કૃપા કરીને આપ ક્ષમા આપશો. મારાં માતુશ્રી પ્રત્યે પણ તે જ રીતે ક્ષમાવું છું. તેમજ બીજા સાથે સર્વે પ્રત્યે મેં કોઈ પણ પ્રકારનો અપરાધ કે અવિનય જાણતાં અથવા અજાણતાં કર્યો હોય તે શુદ્ધ અંત:કરણથી ક્ષમાવું છું. કૃપા કરીને સૌ ક્ષમા આપશોજી.