________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાસાં ગુરૂનાં સેવીને ચૈતન્યજ્ઞાની જન થતું, પાસાં ગુરૂનાં સેવતાં શિવમાર્ગમાં માનવ જતો. ૧૨૫ ગુરૂસેવા શ્રી સદ્ગુરૂ સેવા વિના વિદ્વાન્ થાતાં શું વળે, શ્રી સશુરૂ સેવા વિના જગમાં ફર્યાથી શું મળે? શ્રી સદગુરૂગમજ્ઞાનની પ્રાપ્તિથકી સિદ્ધિ થતી, શ્રી સદગુરૂ ગમ જ્ઞાનની પ્રાપ્તિ થકી પંચમ ગતિ. ૧૨૬ શ્રી સદ્ગુરૂને સેવતાં પરમાર્થ સિદ્ધિ થાય છે, શ્રી સશુરૂને સેવતાં પાપ ભવનાં જાય છે, શ્રી સદગુરૂને સેવતાં સ્યાદ્વાદમાર્ગ પમાય છે, શ્રી સશુરૂને સેવતાં વિદનેજ દૂર પલાય છે. ૧૨૭ હે સદ્ગુરૂ સેવા કરી એ પૂર્ણ મમ મનમાં ગમે, પ્રત્યક્ષ તેમ પરોક્ષમાં એ ભાવ મુજ મનમાં રમે; સેવા કરી હું મેળવ્યું તે સાથ અન્યભવે થયું, શ્રી સશુરૂ મમ દેવતા મમ ચિત્તમાંહી એ રહ્યું. ૧૨૮ દેશે ગુરૂના જે વદે ને બાહ્યથી સેવા કરે, ગુનિન્દકે ઠામે ઠરે ના ભવિષે ભમતા ફરે, ગુરૂના ઉપર પ્રીતિ નહીં સન્માન નહીં ભક્તિ નહીં, એવા નથુરા માનની દુર્ગતિ શાસ્ત્ર કહી. ૧૨૯
www.kobatirth.org
For Private And Personal Use Only