________________
પાઠ - ૧૯.
સમાસ દ્વન્દ્ર અને તપુરુષ
ભૂમિકા ૧. બે અથવા તેથી વધારે પદોને જોડી એકપદ બનાવવું તેને સમાસ કહેવામાં આવે
છે. સમાસ એ સંસ્કૃત ભાષાનું હૃદય છે. ૨. સમાસથી ભાષાના પ્રયોગમાં શબ્દની ઘણી કરકસર થઈ શકે છે. તેમજ લખવામાં
અને બોલવામાં સરળતા અને સુંદરતા પણ આવે છે. ગમેતે નામને ગમે તે બીજા નામની સાથે ગમે તે અર્થમાં સમાસ થઈ શકે એમ કદી ધારવું નહિ, સંસ્કૃત ભાષાની વાક્ય રચના પ્રમાણે અમુક સમાસ જ સશાસ્ત્ર છે અને બીજા નથી. આ વાત ન જાણનારા માણસો ગમે તેવા સમાસો કરે છે પણ તે ખરા સંસ્કૃત સમાસ નથી, સંસ્કૃત વૈયાકરણોએ એ વિશે ઘણા બારીક નિયમો આપ્યા છે અને તેમાંના કેટલાક આ ગ્રન્થમાં સમજાવ્યા છે. અભ્યાસને માટે તો ઉત્તમ ગ્રન્થકારોએ જે સમાસ વાપર્યા છે તે વાપરવા એ જ ઉત્તમ રસ્તો છે. નવા ભણનારને અને ગ્રન્થના વિસ્તારને ધ્યાનમાં રાખી અહિ મુખ્ય નિયમો આપ્યા છે. સૂક્ષ્મ નિયમો અહિ આપ્યા નથી. આ પાઠ અને આવતા પાઠમાં સ્વાધ્યાય પ્રશ્ન-૨ ના ગુજરાતી વાક્યોમાં છાપેલા જાડા અક્ષરના સ્થાને વિદ્યાર્થીએ સંસ્કૃત સમાસ વાપરવા. પાઠ ૧૯-૨૦ ના નિયમોના ઉદાહરણોમાં ભણનારને સરળતા રહે તે માટે
સમાસની સંધિ કરેલ નથી. ૭. સમાસના મુખ્ય ચાર પ્રકાર છે. આ પાઠમાં પ્રથમ બે જોઈશું. ૧. દ્વન્દ ૨. તત્પરુષ ૩. બહુવ્રીહિ અને ૪. અવ્યયીભાવ
નિયમો
! ૧. દ્વન્દ સમાસ | ૧. (A) જ્યારે બે અથવા તેથી વધારે પદો ૪ અવ્યયથી જોડાયેલા હોય ત્યારે સ્ત્રનો કે સુ. સં. મન્દિરાઃ પ્રવેશિકા કે ૧૮૫ દEY પાઠ - ૧૯ (.