________________
સિદ્ધસારસ્વતાચાર્ય અમરચંદ્ર સૂરિ
૯૮
અમરચંદ્ર સૂરિ જેવા પ્રકાંડ પંડિતને વસ્તુપાલ અને વીસળદેવે બહુમાનપુર સર આમંચ્યા હતા. આ બધા વિધાને એ વિદ્વત્તાપ્રચુર ગ્રંથ લખી ગુજરાતને અપ્રતીમ ગૌરવ બક્ષ્ય છે. તેવા સમર્થ વિદ્વાન પૈકી, કવિરાજ અમરચંદ્ર સૂરિને સામાન્ય પરિચય આપની સમક્ષ રજુ કરવાને અહીં વિચાર છે. જીવનચર્યા
આ મહાપુરુષની જીવનકથા વ્યવસ્થિત રીતે, તેમના જન્મકાળથી કાલધર્મ કરી ગયા ત્યાં સુધીની, સીલસીલાબંધ કોઈ ગ્રંથમાંથી મળતી નથી. પરંતુ કેટલાક પ્રબંધાત્મક પ્ર, અને ઈતર પુસ્તકોમાંથી તેમના જીવન માટે થોડી ઘણી વિગતો પ્રાપ્ત થાય છે. આવા પ્રથામાં પ્રબંધકોશ, પ્રબંધચિંતામણિ વિવેકવિલાસ, ઉપદેશ તરંગિણી વ મુખ્ય છે. આ સિવાય રંભામંજરીનાટિકા, હમ્મીરમહાકાવ્ય અને તેમના રચેલા પ્રથાની પ્રશસ્તિઓમાંથી પણ કેટલીક વિગત મળે છે.
અણહીલપુર પાટણથી ઉત્તરે, આઠ ગાઉ દૂર વાયડ નામક (ગામ) મહાસ્થાન આવેલું છે. આ ગામ મધ્યકાળમાં મોટું શહેર હતું. ત્યાં બ્રાહ્મણ અને જૈનોની સારી એવી વસ્તી હતી, એમ પાનંદપ્રશસ્તિમાં કરેલ વર્ણન ઉપરથી જણાય છે. આજે તો તે એક નાનું, ઠાકરડાઓની મુખ્ય વસ્તીવાળું ગામડું છે. પૂર્વકાળમાં તે મેટું શહેર હશે, એમ તેની પરિસ્થિતિ ઉપરથી દેખાય છે. ત્યાં જૈનમંદિર હતાં, અને જેનોની વસ્તી પ્રાચીનકાળમાં ખૂબ હતી. આ મહાસ્થાનમાં છવદેવ સૂરિ નામક આચાર્ય હતા, જેઓ પરકાયા પ્રવેશ જેવી યૌગિક વિવાના પારંગત હતા. અર્થાત યોગમાર્ગમાં તેઓ પ્રવૃત્ત હતા. તેમના શિષ્ય જિનદત્ત સૂરિ થયા, જેઓ વિદ્વાન હતા, તેટલું જ નહીં પણ ધર્મશાસ્ત્રના સારા વિચારક હતા. તેમણે અનેક ગ્રંથો લખ્યા છે. આ જ મહર્ષિ આપણા ચરિત્રનાયક અમરચંદ્ર સૂરિના ગુરુ હતા.
અમરચંદ્રના પૂર્વાશ્રમની હકીકત હજુ સુધી મળી નથી, તેમ જ તેમણે કેટલી ઉમરે દીક્ષા ધારણ કરી તે પણ જાણવામાં આવ્યું નથી. ફક્ત એટલું જ માલમ પડે છે કે, જિનદત્ત સૂરિ તેમના ગુરુ હતા, એટલે તેમને જિનદત્ત સૂરિ પાસેથી દીક્ષાગ્રહણ કરી હશે એમ સમજાય છે. પણ જીવનને ઉચ્ચમાર્ગે લઈ જવાના પ્રયત્નોમાં, તેમને કવિવર અરિસિંહની સારી એવી મદદ હશે એમ લાગે છે. સારસ્વત મંત્ર અમરચંદ્ર અરિસિહ પાસેથી લીધે હતા, અને કેપ્ટાગારિક પદ્ધ મંત્રોના વિશાળ મહાલયમાં, એકવીસ દિવસ સુધી તેમને તે મંત્રનું પુરશ્ચરણ કરી મંત્રને સિદ્ધ કર્યો હતો. ચતુર્વિશતિ પ્રબંધમાં તે માટે જણાવ્યું છે કે, પુરશ્ચરણગહોમકાર્યના અંતે ભગવતી સરસ્વતીએ પ્રત્યક્ષ થઈ વર આપ્યો કે “હં સિવિર્મ” ત્યારથી અમરચંદ્રના હૃદયમાં અભુત શક્તિનો સંચાર , અને ધીમે ધીમે તેમણે વિદ્વાનને પણ મુગ્ધ બનાવે તેવા, કાવ્ય, છંદ, અલંકાર અને કથાસાહિત્યના અભિનવ ગ્રંથ લખી, પોતાની વિદત્તાને જનસમાજના ઉપયોગ માટે વહેતી કરી.
તેમણે પોતાની વિદત્તાને એક જ સંપ્રદાય પુરતી અનામત નહીં રાખતાં, સર્વ કઈને ઉપયુક્ત થાય તેવા વિવિધ વિષયોના ગહન પ્રથા લખી, પોતાના જ્ઞાનને લાભ દરેક માટે ખુલ્લો રાખ્યો હતો.
१मीमद्वायरनाम्नि सारसक्तीचाम्नि पुण्ये महा
स्थाने मानिनि दानमानसरसाः श्री बाबरीया वीजाः ।। सोमस्तोमसमुत्यधूमनिवहेमालिन्य मालवया मासुर्या वणिजो जिनार्चनयनोपदपधूमोत्करैः॥१॥
फ्यानंदमहाकाव्य, सर्ग १९. ૨ વિલિવિરસિગ્નલ: રાઃ | हतमोहतमोकारि करिव रवेर्जगत् ॥ ३७॥
જાનંદમાથાથ, સર્ણ ૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org