________________
સિદ્ધસારસ્વતાચાર્ય અમરચંદ્ર સૂરિ
(એક સ્વાધ્યાય)
લેખકઃ કનૈયાલાલ ભાઈશંકર દવે ઉપક્રમ
સંસ્કૃત પ્રાકૃત સાહિત્યના વિકાસમાં, ભારતીય અન્ય પ્રાંતિના મુકાબલે, ગુજરાતે પણ સુંદર ફાળો નોંધાવ્યો છે. તેટલું જ નહી પણ બીજા પ્રાંતિમાં નહીં રચાયેલા, એવા અભિનવ ગ્રંથ ગુજરાતે ભારતમાતાના ચરણે સાદર કર્યા છે. માલનું શિશુપાલવધ, અને ભઠ્ઠીનું ભદીકાવ્ય, હરિભદ્રસૂરિની સમરાદિત્યકથા અને સિહર્ષિનું ઉપમિતિભવપ્રપંચકથાનક, અને તેવા બીજા અનેક ગ્રંથે ગુજરાત સાધેલ કૃષ્ટ હિરા વિકાસને પરિચય કરાવે છે. પણ આ બધા કરતાં ગુજરાતને વધુ પ્રતિષ્ઠા અને ગૌરવ અપાવનાર ગુજરાતની અસ્મિતામાં વધારે કરનારા, આચાર્ય હેમચંદ્ર રચેલ વ્યાકરણ, કેશ, છંદ, અલંકાર, યોગશાસ્ત્ર અને કથાસાહિત્યના અપૂર્વ પ્રથે છે. જેની કીર્તિ અને સુવાસ ગુજરાતમાં જ નહીં પણ સમસ્ત ભારતમાં ફેલાઈ છે. આ સિવાય પણ બીજા અનેક ગ્રંથે, બ્રાહ્મણ અને જૈન વિદ્વાનોએ રચ્યા છે, જેની નોંધ માત્ર લેતાં કેટલાંયે પાનાં ભરી શકાય તેમ છે. | ગુજરાતની સાહિત્યિક અમિતા ફેલાવવામાં અનેક વિદ્વાને અને કવિઓને હાથ હતા. તેમાં જૈન સાહિત્યસ્વામીઓને નાનોસૂને કાળ નથી. બ્રાહ્મણ વિદ્વાનની માફક જૈન પડિતો પણ અનેક થઈ ગયા છે, જેમણે સંસ્કૃત, પ્રાકૃતના ભવ્ય પ્રથા લખી, ગુજરાતની જ નહીં પણ સમરત ભારતવર્ષની અપૂર્વ સેવા બજાવી છે. તેવા પંડિતપ્રવર સર્વશ્રેષ્ઠ સાહિત્યકારોમાંથી, એક મહાન વિદ્વાન કવિવર્યને પરિચય, આપની સમક્ષ રજૂ કરવાને અહીં પ્રયત્ન છે. ગુજરાતની સાહિત્યપ્રિયતા
કવિ બીણે ગુજરાતને ભલે અસંસ્કૃત માન્યું, પણ સોલંકીયુગની ઈતિહાસગાથાઓ વિચારતાં, દસમા સૈકાથી ચૌદમા સૈકાના અંત સુધી શ્રીની સાથે સરસ્વતીને સુમેળ ગુજરાતભરમાં પ્રસર્યો હોવાનું માલમ પડે છે. ભીમની વિદ્વતસભા બોજ જેવા સરસ્વતીપુત્રને પણ આકર્ષતી, કર્ણ અને સિદ્ધરાજની વિદ્વત્વસભાની ખ્યાતિ સાંભળી દેશ વિદેશથી પંડિતે પાટણમાં આવતા. રાજકાર્ય ઉપરાંત રાજસભામાં સાહિત્યવિનેદ, અને વાદચર્ચાઓ ચાલતી. અવંતિના સાહિત્ય ભંડારથી,ગુર્જરેશ્વર સિદ્ધરાજને પણ પિતાના આંગણે સ્ત્રોતસ્વિની સરસ્વતીની સાથે, વાવાદિની શારદાને મૂર્તિમંત કરવાની પ્રેરણા થઈ. હેમચંદ્ર જેવા ધીર, ગંભીર, અને સર્વશાસ્ત્રના પારંગત વિકાને તે સ્વપ્ન સિદ્ધ કરી બતાવતાં, ગુજરાતને પિતાનું સ્વતંત્ર વ્યાકરણ, કાશ, અલંકાર, છંદશાસ્ત્ર વગેરેના ગ્રંથ ભેટ ધર્યા. સિદ્ધરાજની વિદ્વતસભામાં વિદ્વાન પંડિત બેસતા, જયાં સામાન્ય પંડિતને પ્રવેશ પણ દુર્લભ હતા. કુમારપાળનો રાજ્યકાળ પણ સાહિત્ય દષ્ટિએ ઊતરતે ન હતો. ત્યાર પછીના સમયમાં સેલંકીઓની વીરકી ઓસરતાં, અજયપાળ અને ભીમદેવના શાસનકાળમાં, સાહિ. ત્યનો પ્રવાહ સહેજ મેળો લાગે છે. પણ વસ્તુપાળની વિદ્વત્તા, તેનું આશ્રિત કવિ મંડળ, અને વિસલદેવની રાજસભાનાં એતિહાસિક વર્ણને વિચારતાં, સિદ્ધરાજને કુમારપાળની માફક વિરધવળ અને વીસવદેવના કાળમાં, સરસ્વતીને પ્રવાહ અખલિત વહેતો હતો એમ જણાય છે.
વીસળદેવની રાજસભા, એટલે સમર્થ વિદ્વાનોની વિદ્વત્સભા. યામાર્ધમાં મંચસર્જન કરે તેવી અદભુત શક્તિ ધરાવનાર સંમેશ્વર જેવા કવિઓ તેમાં વિરાજતા હતા. આ સિવાય હરિહર, નાનક, અરિસિહ અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ સ્મારક ગ્રન્થ સે સાભાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org