________________
રજતસ્મારક] સિદ્ધસારસ્વતાચાર્ય અમરચંદ્ર સૂરિ
૧૦૦ બાંધી આપ્યું હતું. આથી સમજાય છે કે, કવિવર અમરચંદ્ર સૂરિનું, વીસલદેવ પાસે વજનદાર વ્યક્તિ-વ ગણતું તેમાં શક નથી.
સમયાનુકૂળ શબ્દપ્રયેથી, સામાં મનુષ્યનું મનરંજન કરવાની અજબ કળા, આ મહાપુરુષે સાય કરી હતી. રત્નમંદિર ગણી ઉપદેશતરંગિણીમાં તેવો એક પ્રસંગ ટાંકતાં કહે છે કે, એક વખત અમરચંદ્ર સૂરિ સભાસમક્ષ વ્યાખ્યાન આપતા હતા, ત્યારે તેમણે પ્રસંગોપાત મહિમારે સાર સાdowોજના એ લોકાર્ધ સભાસમક્ષ ઉચાયોં. ત્યાગી સાધુના મુખમાંથી આવું શૃંગારિક વાક્ય નીકળતાં, ત્યાં વંદન માટે આવેલ વસ્તુપાલ મહામાત્યને પણ આશ્ચર્ય સાથે ખેદ થશે. પરંતુ સામા મનુષ્યના ભાવ ઉપરથી તેનું હદય વાંચી લેનાર આ મહાનુભાવે તેને ઉત્તરાર્ધ બેલતાં કહ્યું કે
જ મવા રે ! મવાદરા આવા અદ્ભુત અને પિતાને લાગુ પડતા ઉત્તરાર્ધથી, વસ્તુપાલની શંકા દૂર થઈ તેટલું જ નહીં પણ જે પૂર્વાર્ધથી તેણે સાધુપુરુષમાં શૃંગારિક ભાવના કલ્પી હતી, તેને નાશ થયો. જીવનકાળ
અમરચંદ્ર માટે કોઈપણ ગ્રંથમાંથી તેમના જન્મ સમયની નૂધ મળતી નથી. તેથી તેમના જીવનકાળ માટે અમુક વર્ષોને ગાળે કલ્પવામાં આવ્યો છે. તેમના જીવનની બીજી નાની નાની વિગતને છોડી દઇએ તે પણ, તે મહારાજા વીસલદેવના પ્રીતિપાત્ર કવિવર હતા, તે વસ્તુને વિચારતાં અમરચંદ્ર વિસલદેવના સમકાલીન હોવાનું નિશ્ચિત થાય છે. વીસલદેવને રાયકાલ લોબ છે. તેની શરૂઆતની કારકિર્દીમાં પાટણને મંડલેશ્વર હતા. લગભગ સંવત ૧૨૯૪ થી સં. ૧૩૦૨ સુધી તે મંડલેશ્વર જ હતું, પણ ત્રિભુવનપાલના મરણ પછી ગુજરાતની ગાદી ખાલી પડતાં, વિસલદેવ ગુર્જર મહારાજ્યને મહારાજાધિરાજ બન્ય હતું. તેણે સં. ૧૩૧૮ સુધી રાજ્ય કર્યું હોવાનું ઐતિહાસિક રીતે માનવામાં આવે છે. કારણ સં. ૧૩૧૭ના તેના મંડલેશ્વર સામંતસિંહે આપેલ દાન-પત્રથી, તેનું અસ્તિત્વ તે કાળ સુધી હેવાનું જાહેર થાય છે. ત્યાર પછીના વેરાવળના સં. ૧૩૨૦ ના હરસિદ્ધમાતાના મંદિરવાળા લેખમાં, અર્જુનદેવનું નામ છે. એટલે સં. ૧૩૧૭ પછી, અને સં ૧૩૨૦ પહેલાં અર્જુનદેવ ગાદીએ આવ્યો હતો,
અર્થાત્ તે ગાળામાં વીસલદેવ દિવંગત થયે હતા, અથવા તે ત્રિપુરાંતક પ્રશસ્તિ પ્રમાણે અજુનદેવને રાયારૂટ બનાવી, નિવૃત્ત થયા હતા તેમાં શક નહીં.
અમરચંદ્ર વસ્તુપાલ માટે કંઈ સ્વતંત્ર ગ્રંથ લખ્યો નથી, પણ અરિસિંહના સુકૃતસકીર્તનમાં દરેક સગના પ્રાંતભાગે પાંચ પાંચ લેકે તેના બનાવેલા મુક્યા છે. આથી વસ્તુપાલના સમયમાં આ મહાકવિ પ્રતિષ્ઠિત વિધાન મનાતા હતા એમ માલમ પડે છે. તેમણે પદ્મ મંત્રીની પ્રાર્થનાથી, પદ્માનંદ મહાકાવ્ય રચ્યું હતું, જેની પ્રાચીનમત સં. ૧૨૭૭ માં લખાયેલી. ખંભાતના ભંડારમાં વિદ્યમાન છે.* આ કાવ્યના લેખન સમયે, કવિવરની ઉંમર વીસ વર્ષની માનીએ તે, તેમનો જન્મકાળ સં. ૧૨૫૦-૫૫ માં આવે છે. આ સ. ૧૨૫૦ થી, સં. ૧૩૧૮ સુધી એટલે આ શકે ૬૦-૬૫ વર્ષ સુધી તેમને જીવનકાલ નિશ્ચિત થાય છે.
શ્રી. હીરાલાલ ર. કાપડીઆએ પદ્યાનંદ મહાકાવ્યની સંસ્કૃત પ્રસ્તાવનામાં, સં. ૧૩૫ નો સારંગદેવના રાજયકાળમાં લખયેલ, આબુ ઉપરની વિમળવિસતીના શિલાલેખ રજૂ કર્યો છે. આ લેખને લખા
૧ ગુજતન મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, પા. ૪૦૩ ૨ ઇંડિયન એર કરી ૧૧, ૫. ૨૧. ૩ પ્રાચીન લેખમાળા લેખાંક ૪૭, ઇલે. ૯. ૪ પીટર્સનને રીપર્ટ, પા. ૫૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org