________________
चंदरायः चरिए
चातुर्मास संभारणा
III
તપસ્વી પૂજ્ય પંન્યાસ શ્રી કુમુદચંદ્ર વિજયજી ગણિ. મ. ની ઓળીની પૂર્ણાહુતિ અને પારણું.
વર્ધમાનતપનું મહામહાભ્ય છે તેની સે ઓળી પુરી કરનાર બહુજ જુજ આત્માઓ નીકળે છે. કારણ કે આ મહા તપસ્યને પૂર્ણતાના શિખરે પહોંચાડવી તે મહાદુષ્કર કામ છે કેમ કે તેમાં એ જાતને ક્રમ હોય છે કે
એક આયંબીલ એક ઉપવાસ, બે આયંબિલ એક ઉપવાસ ત્રણ આયંબિલ એક ઉપવાસ એમ ચાર-પાંચ આયંબિલ એક ઉપવાસ એમ ૨૦ દિવસ તે સાથેજ તપશ્ચર્યા કરવાની હોય છે. જેને આ મહાતપશ્ચર્યારૂપ વૃક્ષનું મૂળ-થડ બાંધ્યું ગણાય છે અને ત્યારબાદ પણ છ આયંબિલ એક ઉપવાસ સાત આયંબિલ એક ઉપવાસ એમ ૧૦૦ આયંબિલ એક ઉપવાસ સુધી પહોંચવાનું હોય છે.
આ મહા તપશ્ચર્યાને શક્તિ પ્રમાણે છઠ્ઠી ઓળી કર્યા પછી શક્તિ અનુસાર વચમાં ગાળો પાડી સાતમી ગાળો પાડી આઠમી એમ પણ કરી શકાય છે પણ ખાંચે પાડયા સિવાય સતત કરવામાં આવે તે પણ સાડા ચૌદ વર્ષ લાગે છે.
પૂજ્ય પં. શ્રીકુમુદચંદ્રવિજ્યજી મહારાજ સાહેબ આ મહાન તપની સાધનાના શિખરે પહોંચ્યા અને સે એળીનું પારણું કરાવવાને ઉજ્વલ યશ ખંભાતના સઘને મળે તે નિમિત્ત લાડવાડાના ઉપાશ્રયમાં નવ છોડનું ઉધાન શાતિનાત્ર અઠાઈ મહોત્સવ કરવાપૂર્વક ખૂબ ધામધૂમથી પારણું કરાવવામાં આવ્યું હતું. તપસ્વીની તપશ્ચર્યાને પ્રભાવ અને દિપ્તી પણ કઈ જુદીજ પ્રકારની ભાત પાડતાં હતાં.
મહાન તપસ્વી પૂજ્ય પં. કુમુદચંદ્ર વિજયજીએ પિતાના જીવનમાં સાત સાત સિદ્ધિતપ મા ખમણ વિ. મહાન તપશ્ચર્યાઓ સમતાપૂર્વક કરી છે. પૂ. શાસન સમ્રાદ્રશ્રીના સમુદાયમાં પૂજય પં. કુમુદચંદ્રવિજ્યજી મ. સાહેબ મહાન તપસ્વીની ગણનામાં છે. તેઓશ્રીના ઉપરોક્ત પારણાનિમિતે નવસારી, સૂરત, અમદાવાદ, મુંબઈ વલસાડ, બીલીમોરા વિ. ઘણુ સંઘો આવ્યા હતા. અને શ્રી સ્તંભતીર્થ તપગચ૭ સંઘે મહેમાનેની ઘણીજ સુંદર
|જા
Jein Education inte
For Personal & Private Use Only
www.jinerary.org