Book Title: Siddh Parmatma Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 5
________________ ૪૫ સિદ્ધ પરમાત્મા સિદ્ધ પરમાત્માઓ જે ગતિ પ્રાપ્ત કરે છે તે સિદ્ધગતિના પર્યાયરૂપ જુદા જુદા શબ્દો શાસ્ત્રકારોએ પ્રયોજ્યા છે. તે આ પ્રમાણે છે : (૧) મોક્ષ, (૨) મુક્તિ, (૩) નિર્વાણ, (૪) સિદ્ધિ સિદ્ધગતિ-સિદ્ધિગતિ, સિદ્ધદશા, (૫) કૈવલ્ય, (ક) અપવર્ગ, (૭) અપુનર્ભવ, (૮) શિવ, (૯) અમૃતપદ, (૧૦) નિ શ્રેયસ, (૧૧) શ્રેયસ, (૧૨) મહાનંદ, (૧૩) બ્રહ્મ, (૧૪) નિર્માણ, (૧૫) નિવૃત્તિ, (૧૬) મહોદય, (૧૭) અક્ષર, (૧૮) સર્વકર્મક્ષય, (૧૯) સર્વદુઃખક્ષય, (૨૦) પંચમ ગતિ. આ બધી વ્યાખ્યાઓ ઉપરથી સિદ્ધ પરમાત્મા અને સિદ્ધિગતિનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રકારો કહે છે : णठ्ठठ्ठकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा लोयग्गठिया णिच्चा सिद्धा ते एरिसा होति [ જેઓએ આઠ કર્મોનાં બંધનો નષ્ટ કરી નાખ્યાં છે, આઠ મહાગુણોથી યુક્ત છે, પરમ છે, લોકાગ્રે સ્થિત છે તથા નિત્ય છે એવા સિદ્ધ પરમાત્મા હોય છે. ] આચારાંગસૂત્ર (૧૫/૬)માં સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વર્ણવતાં કહેવાયું છે : सब्बे सरा नयदृति तक्का जत्थ न विज्जई मइ तत्थ ण गाहिया, आए अप्पइठाणस्स नेयन्ने જ્યાંથી સર્વ શબ્દો પાછા ફરે છે (અર્થાત્ શબ્દો વર્ણન કરવાને સમર્થ નથી), જ્યાં તર્ક (કલ્પના) પહોંચી શકતી નથી, બુદ્ધિને જે ગ્રાહ્ય નથી એવી સિદ્ધાવસ્થા છે. આવી સકલ કર્મથી રહિત અવસ્થામાં માત્ર ચૈતન્ય સંપૂર્ણ જ્ઞાનમય દશામાં બિરાજે છે. જીવને કર્મ અનાદિ કાળથી વળગેલાં હોય છે. સિદ્ધ ભગવંતો જ્યારથી કર્મરહિત થયા હોય છે, ત્યારથી એમની એ કમરહિત અવસ્થા પછી તો અનંત કાળ સુધી રહેવાની છે. એટલે સિદ્ધદશા સાદિઅનંતના પ્રકારની હોય છે. સિદ્ધશિલા ઉપર રહેલા મુક્તાત્માઓ કેવા હોય છે? કેવા નથી હોતા? તે જાણવાથી તેનો કંઈક ખ્યાલ આવી શકે. આચારાંગસૂત્રમાં કહેવાયું છે : से ण दीहे ण हस्से ण यट्टे ण तंसे ण चउरंसे ण परिमंडले ण आइतसे ण किण्हे ण नीले ण लोहिए ण नीले ण लोहिऐ ण हालिदे ण सुक्किले ण सुरभिगंधे ण Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40